________________
ચૌદ ગુણસ્થાન
૨૫૭
સમ્યકત્વરૂપી ઔષધ આપીને માતાપિતાદિના મહારોગને નિવારતે પુત્ર આ રીતે જ તેમના દુર્વા ઉપકારને બદલે વળી શકે છે. માતાપિતાના ઉપકારને બદલે વાળ એ સજજનને ધર્મ છે.
પ્ર. પરમાત્મા મહાવીરદેવે કેમ આ રીતે લાનૌષધ ન્યાયે માતાપિતાને ત્યાગ ન કરતાં તેમને અનુકૂળ બનવાનું પસંદ કર્યું?
ઉ. માતાપિતાને ઉપકાર કહેવાથી જ તેમને કલેશ ન પમાડવાને ઉદ્દેશ જાળવીને જ મહાવીરદેવે મર્યાદિત ગૃહસ્થાવાસ સ્વીકારે છે અને ગ્લાનૌષધ ન્યાયથી સંયમ લેનાર પણ એ જ ઉદ્દેશ જાળવે છે કેમ કે તે પણ તેમને ઉપકાર વાળવા માટે જ ધર્મ–ઔષધ લેવા માટે જ જાય છે નહિ કે તેમને તિરસ્કારીને સ્વાત્મહિતમાત્ર કરવા.
હવે પ્રશ્ન એટલે જ રહે છે કે આ ન્યાયથી દૂર જવામાં માતાપિતાદિને કલેશ થાય તેનું શું? એનું સમાધાન બહુ સરળ છે. ગુરુદેવને પામીને સંસારની અસારતાનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પિતાની જાતને અને માતાપિતાદિને ડૂબતા જોઈને જે મુમુક્ષુ દ્રવિત થઈ જાય છે અને સ્વના હિત સાથે ઉપકારી માતાપિતાને કોઈ પણ ભેગે સંસાર-સાગરમાં ડૂબતા ઉગારી લેવા તલપે છે અને તે વખતે તેમનાથી દૂર થવાનું અનિવાર્ય બનતાં જે માતાપિતાને કલેશ થાય છે તે કલેશ તેમની મેહમૂઢતા–અજ્ઞાનતાને લીધે જ છે. આવી અજ્ઞાનતાથી મુક્ત થયેલે પુત્ર તેમના એ કલેશને ન વિચારીને પ્રવજ્યાના માર્ગે જાય એ જ એ મુમુક્ષુની માતાપિતા ઉપરની વાસ્તવિક કરૂણા છે. એમાં જરાય નિર્દયતા, નિઃશૂકતા નથી. એટલું જ નહિ પરંતુ ભવિષ્યમાં માતાપિતાને સર્વકલેશથી મુક્ત કરવાની દૃષ્ટિ હોવાને લીધે મુમુક્ષુ માતાપિતાને કલેશદાયી બનતું જ નથી.
દરદીના પેટને સડે જાણ્યા પછી ડોકટર તેનું પેટ ચીરી નાખે અને દરદ દૂર કરતાં દરદી ચીસાચીસ કરી મૂકે તેટલા માત્રથી, ડોકટરને કોઈ નિર્દય કહેતું નથી બલકે દયાળુ કહે છે કેમ કે એના અંતરમાં રમે છે દરદીને રોગમુક્ત કરીને સુખી બનાવવાની વાત. ચ. ગુ. ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org