________________
ચૌદ ગુણસ્થાન
૨૪૩ પછી ઉપાશ્રયે ગુરુ પાસે આવી વંદના કરવી, સુખશાતા પૂછવી અને એમની પાસેથી પચ્ચખાણ લેવું. અને ભાત-પાછું ઔષધવસ્ત્રાદિમાં જે કાંઈ ખપ હોય તેને લાભ આપવા વિનંતી કરવી.
પછી ઘેર આવીને, જે નવકારશીનું પચ્ચખાણ હોય તે તે કાર્ય પતાવી ફરી ગુરુમહારાજ પાસે આવવું. આત્મહિતકર અમૂલ્ય એવી જિનવાણી સાંભળવી. કેઈક ને કંઈક વ્રત-નિયમાદિ કરવા જેથી -સાંભળ્યાનું ફળ પ્રાપ્ત થાય.
* મધ્યાહને ત્યાર બાદ જીવજતું ન મરે એની કાળજી રાખી પરિમિત જળથી સ્નાન કરીને પરમાત્માની બીજી વાર પૂજા-ભક્તિ કરવી. પ્રભુપૂજામાં પિતાની શક્તિ ગાવ્યા વિના ઘરના જ ચન્દનઅરાસ વગેરે દ્રવ્યને ઉપયોગ કરવો જોઈએ. શક્ય હોય તે સંઘના બભાઈઓએ જ દેરાસરનું સઘળું કાર્ય કરવું જોઈએ. તેમ ન જ બને તે પિતાનું તે કાર્ય કરવા માટે એક ભદ્ર પ્રકૃતિવાળા સારા માણસને શખવામાં આવે તે પણ તેને પગાર દેવદ્રવ્યમાંથી ન જ આપ જોઈએ કેમ કે પિતાનું કામ જે માણસ કરે તેને પોતાના જ પૈસા પગાર પેટે આપવા જોઈએ. વસ્તુતઃ તે આવા માણસે આશાતનાદિ ટાળવામાં તત્પર હતા નથી માટે સ્વયં સઘળું કાર્ય કરવું જોઈએ. -સ્વદ્રવ્યથી પૂજા કરવાથી ભાવપૂજામાં અને આનંદ આવે તે સહજ છે. જેનામાં સ્વદ્રવ્યથી પૂજા કરવાની શક્તિ ન હોય તેને ગમે તે રીતે પૂજા કરવી જ જોઈએ તે નિયમ નથી. તે આત્મા સામાયિકાદિ ધર્મોનું સેવન કરી શકે છે. આ અંગે અલ્પકર શ્રાવકના બે અનેકનું દષ્ટાન્ત જાણું લેવાથી સઘળી હકીક્ત સ્પષ્ટરૂપે સમજાઈ જશે.
પ્રભુપૂજામાં પણ આદિના જતુની સ્વરૂપ હિંસા થાય છે. પરન્તુ તે અનુબંધથી અહિંસા હેવાને કારણે દેષાધાયક નથી. આ અંગે વિશેષ વિચાર આગળ ઉપર કરવામાં આવશે.
પ્રભુ-પૂજા કરીને શ્રાવક ઘેર આવે અને જનવિધિ કરવા બેસે. “ભેજનમાં અભક્ષ્ય-ત્યાગ, દ્રવ્ય-સંકેચ વિગઈ (રસ) ત્યાગાદિના નિયમ હેવા જ જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org