________________
જ
ચૌદ ગુણસ્થાન ૫. અસતીષણ : દુરાચારિણી સ્ત્રી, પુરુષ–લિંગવાળા, પિપટ, સુડા, કૂતરા વગેરે હિંસક જીવનું પિષણ કરવું તે અસતીપિષણ કર્માદાન અતિચાર કહેવાય છે.
પ્ર. અન્ય વ્રતને પાંચ-પાંચ અતિચાર છે. અહીં ૨૦ અતિચાર કેમ?
ઉ. અન્ય વ્રતમાં પણ અનેક અતિચારે છે, માત્ર પાંચ જ છે તેમ માનવું નહિ. “પાંચ અતિચાર” તે ઉપલક્ષણરૂપ સમજવા. ટૂંકમાં, દરેક વ્રતમાં વ્રતસાપેક્ષભાવથી અથવા અનાભોગાદિથી જે કાંઈ દેષ સેવાય, તે દોષ જેટલી સંખ્યામાં અતિચારે સમજવા.
વ્રતપાલન–અપાલનથી હિતાહિત: આ અંગે વ્રતસ્વરૂપાદિના વિવેચનમાં કહેવાઈ ગયું છે, એટલે અહીં વિશેષની આવશ્યકતા જણાતી નથી.
વ્રત–ભાવના : તે નિર્ચને મારા ભાવભીના નમસ્કાર! જેમણે આપાતરમ્ય કામભેગોની પરિણામ-કટુતાને જાણીને અને દુખપ્રતિકાર સ્વરૂપ સમજીને ત્રિવિધ ત્યાગી દીધા.
વત-કરણ : અણુહારી પદ મેળવવાની ભાવના ભાવવી. રોજ ૧૪ નિયમ ધારવા, પર્વતિથિ આદિએ વિશેષ ધર્મ કર. ૨૨ અભક્ષ્ય, ૩૨ અનંતકાયને ત્યાગ કર. શાક, અનાજ, ફળાદિના ભક્ષ્યમાં પણ શકય સંકેચ કર. * ૮ મું, સ્થૂલ અનર્થદંડવિરમણ વ્રત :
વતસ્વરૂપ : શરીરસેવા, કુટુંબ, ઘરબાર આદિને નિર્વાહ કરવાના પ્રોજન વિના–નિષ્કારણે જે કાંઈ પાપ કરવામાં આવે તે અધે અનર્થદંડ સમજ.
ઈન્દ્રિય શિષ્ટમાન્ય કારણ કે સ્વજનાદિને કારણે કરાતું પાપ તે અર્થદંડ છે, શેષ અનર્થદંડ છે.
આ અનર્થદંડ ૪ પ્રકારે કહ્યો છે.
૧. દુષ્ટધ્યાન ૨. પાપકર્મોપદેશ ૩. હિંસક-વસ્તુ અર્પણ ૪. પ્રમાદીચરણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org