________________
૨૦૪
-
ચૌદ ગુણસ્થાન
અહીં ચોરી કરું નહિ-કરાવું નહિ એવા વ્રતવાળાને તે વ્રતભંગ જ થાય. પણ વ્રતધારી માણસ ચેરને કહે કે, “તમે ઉદ્યમ વિના કેમ બેઠા છે ? દાણા વગેરે ન હોય તે હું આપું. ચેરીને માલ ખરીદનાર ન હોય તે હું ખરીદું” વગેરે વચન દ્વારા ચોરોને ચોરી કરવામાં પ્રેરે અને પિતાની સ્કૂલમતિથી માને કે, હું ચેરી કરાવતે નથી કિન્તુ તેમની આજીવિકા માટે પ્રેરણું કરું છું” તે વ્રતસાપેક્ષતા હોવાથી આ પ્રવૃત્તિ અતિચારરૂપ બને છે.
૩. માનવિપ્લવ : અનાજ વગેરે જેવાના માપા અવળા વગેરે કરવા. કુડવાદિ માપા તથા તેલ કરવાના પલા વગેરે તેલાને - નાના-મોટા રાખવા કે ભારે-હલકા રાખવા, નાના-હલકાથી વસ્તુ આપવી અને મેટા-ભારે માપાથી વસ્તુ લેવી. આ બધી પ્રવૃત્તિ અતિચારરૂપ કહેવાય.
૪. દ્ધિ (શત્રુ) રાજ્યગતિ : શત્રુ રાજાના નિષેધ છતાં તેની પહદમાં જવું તે સ્વામીઅદત્તાદાન કહેવાય. આ રીતે જનારે શત્રુરાજથી પકડાય ત્યારે તેને ચેર જે જ દંડ થાય છે છતાં આમ કરવાથી વ્રત-ભંગ થયે ન કહેવાય કેમ કે, એ રીતે જનાર એમ માને છે કે,
હું તે વેપાર માટે ત્યાં ગયે હતે, ચોરી કરવા નહિ.” વળી લેકમાં પણ એ માણસ ચેર તરીકે કહેવાતું પણ નથી.
પ. પ્રતિરૂપેણુ યિા : સરખા વર્ણ, ગંધાદિવાળી હલકી વસ્તુ સારીમાં ભેળવીને આપવી. દા. ત., ઘમાં ચરબી, તેલમાં મૂત્ર, હિંગમાં ખેર વગેરે લાકડાને વેર, હિંગાષ્ટકમાં હળદર, કેસરમાં બનાવટી કેસર, સાચા મેતીને બદલે કલ્ચર આપવું વગેરે.
બધું ય તતિરૂપક નામના અતિચારરૂપ બને છે.
અહીં બીજાને ઠગીને ધન લેવાનું હોવાથી સ્પષ્ટ ચેરી દેખાય છે એટલે વ્રત-ભંગ જ થાય છે પણ તેવા ધંધા કરનાર એમ વિચારે કે, “ચોરી તે ખાતર–પાડવું વગેરેને કહેવાય, હું તે તેમ કરતું નથી. આવી વ્રતસાપેક્ષતા હોવાથી દેશથી વ્રત અખંડ પણ રહે છે માટે તે બધી પ્રવૃત્તિ અતિચારરૂપ કહેવાય અથવા તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org