________________
ચૌદ ગુણસ્થાન
૨૧૭
વ્રતપાલન–અપાલનથી હિતાહિતા : (૧) પૂર્વે કહ્યા મુજબ સંતેષધર્મની સિદ્ધિ (૨) અવિરતિના વગર મફતના પાપને ત્યાગ વગેરે લાભ થાય છે. વ્રતના અભાવે તીવ્ર અસંતોષ, અશાંતિ, કલેશ (કંકાસ) પ્રાપ્ત થાય છે. સર્વ પાપનું મૂળ લેભ કહ્યો છે, એટલે
આ વ્રતના સેવનથી લેભ પણ કાબૂમાં આવે છે. આમ આ ગુણવ્રત વિશેષે કરીને ૧ લા ૫ માં અણુવ્રતને ગુણકારક બને છે.
વતભાવના : સદા નિરારંભ એવા મુનિઓને પુનઃ પુનઃ વંદન હિ! જેઓ કશાય પ્રતિબંધ વિના ગ્રામાનુગ્રામ પાદવિહાર કરે છે.
વ્રત-કરણી : રોજ દિશા સંકેચ કરે. વગર મફતના પાપના બારણું ખુલ્લા રાખવાથી ઘણે કર્મબંધ થાય છે તે વાત ખ્યાલમાં રાખીને દેશ-સર્વપાપત્યાગીની ભારોભાર અનુમોદના કરવી.
સાતમું સ્થૂલ ભેગેપભેગ વિરમણવ્રત (બીજું ગુણત્રત
વત સ્વરૂપ : એક વસ્તુ એક જ વાર ઉપભેગમાં આવી શકે (અનાજ, ફૂલ-પાન વગેરે) તે વસ્તુ પુનઃ પુનઃ ઉપયોગમાં આવે - (મેતીની કંઠી-પડ–સ્ત્રી–ઘેડે વગેરે) તે ઉપગ પદાર્થ કહેવાય.
આ બે ય ભોગ-ઉપગ પદાર્થનું સંખ્યાથી નિયમન (પરિમાણ) કરવું તે આ બીજા ગુણવ્રતનું સ્વરૂપ છે. શ્રી આવશ્યકસૂત્રમાં આને ઉપભેગ–પરિભેગવત કહ્યું છે.
આ વ્રત બે પ્રકારે છેઃ ભેજનથી અને કર્મથી.
ભેજનથી આત્મસાધનામાં તત્પર શ્રાવક નિરવઘનિર્જીવ પદાર્થથી આજીવિકાને નિર્વાહ કરે તેમ ન બને તે અનંતકાયને તે અવશ્ય - ત્યાગ કરી દે.
વળી પર પ્રસંગ વિના આભૂષણદિને એવી રીતે ઉપભેગ ન કરે જેથી ચિત્તમાં અતિ આસક્તિ ઉન્માદ થાય કે મનુષ્યમાં અવર્ણવાદ થાય તેવા ઉદ્દભટ વેષાદિ પણ ન પહેરે.
આથી જ શ્રાવકે ભેજન સંબંધી અને વેષાદિ સંબંધી પદાર્થોનું * નિયમન કરી દેવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org