________________
૨૦૨
ચૌદ ગુસ્થાન
* ત્રીજુ, સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રત :
વ્રતસ્વરૂપ : બીજાનું ધન લેવાથી “આ ચોર છે એવું આળ ચડે તેવું પરાયુ ધન નહિ લેવાની પ્રતિજ્ઞા કરવા રૂપ આ ૩ જું વ્રત છે.
અદત્ત એટલે તેના માલિકે નહિ આપેલું. અદત્ત ૪ પ્રકારે છે.
૧. સ્વામી-અદત્ત, ૨. જીવ-અદત્ત, ૩. તીર્થંકર-અદત્ત, ૪. ગુરુ-અદત્ત.
૧. સ્વામી-અદત્ત: સુવર્ણ–વસ્ત્ર–પાત્ર આદિના માલિકે (સ્વામીએ) નહિ આપેલી વસ્તુ સ્વામી-અદત્ત કહેવાય છે.
તેનું ગ્રહણ (આદાન) કરવું તે સ્વામી–અદત્તાદાન નામનું પાપ કહેવાય છે. તેને ત્યાગ કરવો તે સ્વામી-અદત્તાદાન વિરમણવ્રત કહેવાય છે. આ રીતે અન્યત્ર પણ સમજી લેવું.
૨. જીવ–અદત્ત : સચિત્ત (જીવ સહિત) ફળ-ફૂલ આદિ પદાર્થોને તે ફળાદિના માલિક કાપે–ખાય ગમે તે કરે પરંતુ તેમ કરવામાં ફળાદિના શરીરવાળા તે એકેન્દ્રિય જીવની સંમતિ તે મળી નથી જ માટે તે રીતનું ફળાદિ ખાવું તે જીવાદનું આદાન કહેવાય. ભલે વ્યવહારમાં તે ફળ-ફૂલાદિને માલિક માળ–શોઠ વગેરે કહેવાતે હોય પણ તેમના છેદનાદિ કરવાની ફળાદિના જીએ સંમતિ તે આપી નથી જ માટે તે માલિકોને માટે (માલિક નથી તેને તે સુતરાં જીવદત્ત સમજવું) તે ફળાદિ છવાદત્ત કહેવાય.
૩. તીર્થંકર-અદત્ત: સાધુને માટે આધાકર્માદિ અચિત્ત દ્રવ્ય પણ નિષ્કારણુ લેવાની તીર્થંકરદેવે અનુજ્ઞા આપી નથી. માટે તેવું આધાકર્માદિ દ્રવ્ય તીર્થંકર-અદત્ત કહેવાય. તેને સ્વીકારનારે તીર્થંકર-અદત્તાદાનના પાપને સેવનારો કહેવાય. આ તો સાધુને આશ્રયી. તીર્થંકર-અદત્ત થયું.
ગૃહસ્થને પણ સચિત્ત-અનંતકાય-અભય વગેરે પદાર્થો વાપરવાની તીર્થકર અનુજ્ઞા આપી નથી મારે તે પદાર્થો તેમને માટે તીર્થંકર અદત્ત કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org