________________
ચૌદ ગુણસ્થાન
ઉ. તમારી વાત સાચી છે. હિંસા પચચ.માં સાક્ષાત્ રીતે વધાદિના પચ્ચ. આવી જતા નથી તે પણ હિંસાના પચ્ચ માં વધ– બંધાદિના પચ્ચ. અથપત્તિથી તે થઈ જાય છે, કેમ કે હિંસામાં કારણરૂપ વધ-બંધાદિ છે. માટે હિંસાની પ્રતિજ્ઞા કરનારે તેનાં કારણેને ખાસ ત્યાગ કરવો જ પડે.
2. જે અર્થોપત્તિ પણ હિંસાના પચ્ચ.માં વધાદિના પચ્ચ. આવી જાય તે વધાદિ કરનારે વ્રતને ભંગ જ કર્યો કહેવાય. તમે તે વ્રત-ભંગ ન કહેતાં વ્રતની અશુદ્ધિ થવા રૂ૫ અતિચાર કહે છે ?
ઉ. વ્રત બે પ્રકારનાં છે એક સંતવૃત્તિથી અને બીજું બહિવૃત્તિથી.
એ જીવને મારી નાંખું” એવા વિચાર વિના જ માત્ર ક્રોધાદિ આવેશથી જ્યારે વ્રતની નિરપેક્ષ રીતે વધાદિ કરે અને તે જીવ મરી ન જાય તે પણ તે જીવની હિંસા કરી કહેવાય કેમ કે “આમ મરવાથી તે જીવ મરી જશે તે મારો નિયમ તૂટી જશે એ ખ્યાલ નિર્દયતાને લીધે અહિંસા વ્રતધારીએ રાખ્યું નથી. અર્થાત્ વ્રતનું પાલન કરવાની તેને કાળજી રાખી નથી એટલે અંતવૃત્તિથી વ્રતભંગ થયે કહેવાય પરંતુ જીવ મી નથી ગયે” એટલે બહિવૃત્તિથી વ્રત અખંડ રહ્યું. આમ એક દેશથી વ્રતને ભંગ થયે અને એક દેશથી વ્રત અખંડ રહ્યું માટે તે પ્રવૃત્તિને અતિચારરૂપ ગણાય, પણ વતભંગરૂપ ન ગણાય.
જ્યાં વ્રતને દેશથી ભંગ હેય અને દેશથી પાલન હોય ત્યાંની તે પ્રવૃત્તિને જ્ઞાની પુરુષે “અતિચાર કહે છે.
વધાદિની પ્રતિજ્ઞા હિંસાની પ્રતિજ્ઞામાં આવી જાય તેથી બારથી અધિક વ્રત–સંખ્યા થઈ જવાની આપત્તિ ઊભી રહેતી નથી કેમ કે નિરતિચારપણે અહિંસાનું પાલન કરવામાં વધાદિ થતા નથી માટે વધાદિને નિશ્ચયથી સમજવું કે વધાદિ અતિચારે જ છે.
અથવા તે અનાગ (અસાવધપણા)થી, સહસાકાર (વગર વિચાર્યું)થી કે અતિક્રમ આદિથી જે થાય તે અતિચાર સમજવા. ચૌ, ગુ, ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org