________________
૧૯૮
ચૌદ ગુણસ્થાન ૩. અર્થાન્તર : હેય કાંઈ અને બલવું કાંઈ. તે અર્થાન્તર સ્કૂલ અસત્ય કહેવાય.
દા. ત., ગાયને ઘેડો કહે, મનુષ્યને ઈશ્વર કહે, પુણ્યને પાપ કહેવું ઈત્યાદિ.
૪. ગહ: ગહ ૩ પ્રકારે છે.
૧. જેનાથી પાપકાર્યની પ્રવૃત્તિ થાય તેવું સાવધ વચન દા. ત. ખેતર ખેડે, સાંઢને બળદ બનાવે.
૨. જેનાથી અપ્રીતિ થાય તેવું અપ્રિય વચન દા. ત., કાણાને. કાણે, નિર્ધનને દરિદ્ધી કહે વગેરે.
૩. ક્રોધથી તિરસ્કાર થાય તેવું વચન. દા. ત., પુત્રને “હે દુરા-- ચારી! પાપી” ઈત્યાદિ કહેવું. બીજા વ્રતના પાંચ અતિચારો :
૧. સહસાથન ૨. મિપદેશ ૩. ગુદા ભાષણ ૪. કૂટલે ખસાક્ષી ૫. ગુસમન્નભેદ.
૧. સહસાકથન : વિચાર્યા વિના જ કઈને એકદમ કહી દેવું : તું ચેર છે. વ્યભિચારી છે. આ રીતે કઇ ઉપર આળ ચડાવવું તે સહસા અભ્યાખ્યાન કહેવાય છે.
મતાંતરે સૌને પતિસંબંધિત કે પતિને તેની સંબંધિત અવળી વાતે કરવી કે તારી સ્ત્રી (અથવા તારે પતિ) મને આમ કહેતે હતે.
બે ય મતથી એટલું તે જરૂર નકકી થાય છે કે બીજાને આઘાત થાય તેવું વચન જાણતાં-અજાણતાં મશ્કરીમાં બેલાઈ જાય ત્યારે હૃદયમાં ખરાબ કરવાને ઉદ્દેશ ન હોવા છતાં–એટલે કે, વ્રત પાળવાની બેદરકારી ન હોવાથી વ્રતભંગ ન ગણાય. કિન્તુ બીજી બાજુ તેવા આઘાતજનકવચનથી બીજાને આઘાત થાય માટે વ્રતભંગ ગણાય પણ છે એટલે. દેશથી વ્રતભંગ અને દેશથી વ્રત પાલન હેવાથી આવી પ્રવૃત્તિ બીજા વ્રતના અતિચાર રૂપ ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org