________________
ચૌદ ગુણસ્થાન
૯૧
છે અને અનેકને ડુબાડનારા છે. કેવલી ભગવાન જ સ્વ–પરને તારી શકે છે.”
ઉપદેશ શ્રવણ કરવામાં કે બંધ કરવામાં રૂચિ એટલે વરતુતઃ સંશય ટાળવાની ઈચ્છારૂપ આત્મધર્મ વિશેષ તે જ ઉપદેશરુચિ. સમ્યફવા છે.
૩. આજ્ઞારૂચિ : વીતરાગીદેવથી કે દેશથી પણ રાગ–મુક્ત આચાર્યાદિ ભગવંતની આજ્ઞા માત્રથી અનુષ્ઠાન-ધર્મ કરવાની જે રૂચિ તે આજ્ઞારૂચિ સમ્યક્ત્વ કહેવાય છે. માણતુષમુનિએ ગુર્વાશાથી ધર્મ કરવાની રૂચિ જેવી આ રૂચિ સમ્યક્ત્વને પ્રાપ્ત કરી આપે છે. આથી ગુરુપરતવાળા જીવમાં જ્ઞાન અને શ્રદ્ધા કહ્યા છે. ભલે પછી તેમની પાસે વિશિષ્ટ કૃત ન પણ હોય. ગુર્વાજ્ઞાપાલકને ગુરુના જ્ઞાન-દર્શનને અતિશય પ્રાપ્ત થાય જ છે. માટે કેવળ આજ્ઞારૂચિ અજ્ઞાનીને પણ અનુષ્ઠાન-ધર્મ-જ્ઞાન-અને દર્શનને અતિશય પ્રાસ. થાય જ છે. માટે કેવળ આજ્ઞારૂચિ અજ્ઞાનીને પણ અનુષ્ઠાન-ધર્મ—જ્ઞાન--અને દર્શન પ્રગટ કરી આપનારા બને છે. માટે જ આને આજ્ઞારૂચિ સમ્યફત્વ કર્યું છે.
૪. સૂત્રરૂચિ સમ્યક્ત્વ : સૂત્રનું પુનઃ પુનઃ પુનરાવર્તન કરવાથી પ્રાપ્ત થતા જ્ઞાન દ્વારા જીવાદિ તત્વોમાં યથાર્થપણાની શ્રદ્ધા. પ્રગટે તે સૂત્રરૂચિ સમ્યક્ત્વ. આ અંગે ગોવિંદાચાર્યનું દષ્ટાંત આવે છે..
પ. બીજરૂચિ : જીવાદિ કઈ એક પદાર્થની શ્રદ્ધાથી આગળ વધીને અનેક પદ અને પદાર્થમાં શ્રદ્ધા વિસ્તરતી જાય તે બીજરૂચિ. સમ્યક્ત્વ કહેવાય.
પાણીમાં પડેલું એક તૈલબિન્દુ ક્રમશઃ વિસ્તરતું જાય છે તેમ અહીં પણ શ્રદ્ધા વિસ્તરતી જાય છે જે, એક પદ-શ્રદ્ધામાંથી અનેક પદ–અર્થની શ્રદ્ધામાં પર્યવસાન પામે છે.
૬. અભિગમરૂચિ સમ્યકત્વ : સઘળા ય આગમનું અર્થ જ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું હોય અને તે જ્ઞાનથી જેને સકળ આગમ--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org