________________
૧૪૨
ચૌદ ગુણસ્થાન આમ એક ભવમાં ૧ ઉપશ્રેણિ અને ૧ ક્ષપકશ્રેણિ અથવા બે ઉપશ્રેણિ પ્રાપ્ત થઈ શકે છે એવું કાર્યરસ્થિકે માને છે. જ્યારે સૈદ્ધાન્તિકેનું કહેવું છે કે એક ભવમાં બેમાંથી ગમે તે એક જ શ્રેણિ પ્રાપ્ત થઈ શકે છે.
સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી પપમ પૃથકત્વ (બે થી નવ પો) જેટલી મેહનીયકર્મની સ્થિતિ એછી થાય ત્યારે દેશવ. પ્રાપ્ત થાય, પછી સર્વવ. ઉપાશ્રેણિ અને ક્ષપકશ્રેણિમાંના દરેકની પ્રાપ્તિ વખતે સંખ્યાતા સંખ્યાતા સાગરોપમની સ્થિતિને ઘટાડો જરૂરી બને છે.
એટલે જે આત્મા દેવ કે મનુષ્ય ભવમાં સમ્યક્ત્વથી ન પડે તે બેમાંથી એક શ્રેણિ વિના યથાગ્ય બધુ પ્રાપ્ત કરી શકે છે. અન્યત્ર પણ કહ્યું છે કે, “જે ભવમાં ઉંપ.શ્રેણિ માંડી હોય તે ભવમાં ક્ષકશ્રેણિ માંડી શકાય નહિ. ૧૨. ક્ષીણુક્યાય-વીતરાગછદ્મસ્થ-ગુણસ્થાનક
સર્વથા જેના કષાયે નષ્ટ થયા છે તે મહાત્મા ક્ષીણુકષાય કહેવાય. “ક્ષીણકષાયવીતરાગ” ગુ.સ્થાન એટલું જ કહે છે તે તેવા તે ૧૩મા ગુસ્થાનના કવલિભગવંત પણ છે. એટલે તેટલું જ ન કહેતાં “છદ્મસ્થ” શબ્દ ઉમેર્યો. “ક્ષણિકષાય છદ્મસ્થ” જ કહે છે તે તેવા તે ૯-મા ૧૦–મા ગુસ્થાનવાળા પણ છે કેમ કે તે ગુણસ્થાને ક્ષપકશ્રણિથી આવેલા આત્માઓએ ત્યાં કેટલાક કષાંયને ક્ષય કર્યો છે. આ દેષ દૂર કરવા વીતરાગ' શબ્દ મૂક્યો. વીતરાગ છદ્મસ્થ” જ કહે છે તેવા તે ૧૧મા ગુસ્થા.વાળા આત્મા પણ છે માટે ક્ષીણકવાય” પદ મૂકયું.
આ ગુણસ્થાને ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થયેલા આત્મા જ આવી શકે છે, એટલે ક્ષપકશ્રેણિનું સ્વરૂપ જોઈ લઈએ.
ક્ષપકશ્રેણિ: ઉત્તરોત્તર વર્ધમાન અધ્યવસાયથી આત્મા દર્શન મહ. કર્મને અને પછી ચારિત્ર્ય મેહને સર્વથા ક્ષય કરે તે ક્ષેપકશ્રેણિ કહેવાય. તેના બે અંશ છેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org