________________
ચોદ સ્થા
૧૬૬
પાસે રહેવા છતાં અવિરતિની તરફ તેને ભારે ધિક્કાર–સૂગ હોય છે. અને વિકૃતિ દૂર હોવા છતાં તેના ભારે પ્રેમી હાય છે.
સમ્યક્ત્વભાવના કાર્ય રૂપ વિરતિ એ પ્રકારની છે : (૧) કેશવતિ અને (ર) સવિરતિ.
દેશથી વિરતિભાવ પ્રાપ્ત કરનાર સમ્યકત્વી પ મા ગુણસ્થાનના સ્વામી બને છે. જ્યારે સથી વિરતિભાવ પ્રાપ્ત કરે છે ત્યારે તે અવિરત સમ્યકત્વી કે દ્વેશવિરત સમ્યકત્વી આત્મા ૬ ઠ્ઠા સરિતાદિ ગુણસ્થાનના સ્વામી બની શકે છે.
અહીં આપણે ૪થા, ૫ મા અને ૬ ઠ્ઠા ગુરુસ્થાનના વિચાર કરવા છે. આ ૩ ય ગુણુસ્થાનની પૂર્વભૂમિકારૂપ સામાન્યતઃ માર્ગાનુસારી ભાવ છે. યદ્યપિ કેટલીક વાર એવુ પણુ ખની શકે છે કે માર્ગાનુસારિતાને ભાવ ક્રમશઃ પ્રાપ્ત થયા વિના જ ૪ થા વગેરે ગુણસ્થાનની પ્રાપ્તિ થઈ જાય તથાપિ સામાન્યતઃ ક્રમ પ્રમાણે એમ કહી શકાય કે માર્ગો. નુસારિતાના ગુણાની પ્રાપ્તિપૂર્વક સમ્યકત્વાદિ ભાવાની પ્રાપ્તિ થાય. પરન્તુ આ હકીકતને નિયમ રૂપ માની લેવી જોઇએ નહિ.
માર્ગોનુ.ભાવના ૩૫ ગુણ્ણા આપણે પૂર્વે જોઈ ગયા. આ ૩૫ ગુણેમાં આપણે એવા અનેક ગુણા જોયા જેમાં સાંસારિક વ્યવહાર-કૌટુંબિક-ષ્ટિ પણ જણાતી હોય.
હવે આપણે વિરતિધની પૂર્વભૂમિકારૂપ શ્રાવકના ૨૧ ગુથ્રે જોવા છે. આ ૨૧ ય ગુણા વ્યક્તિગત છે અને સાંસારિક વ્યવહારને અનુલક્ષીને નથી.
માર્ગોનુ.ભાવના ૩૫ ગુણ્ણા વ્યવહારબુદ્ધિ કરે છે અને શ્રાવકના ૨૧ ગુણ વ્યવહારશુદ્ધિ સાથે વિરતિધમના બીજને ચેાગ્ય આત્માની ભૂમિ તૈયાર કરે છે.
લૌકિક વ્યવહારશુદ્ધિ વિના આત્મશુદ્ધિની લાકોત્તર સાધનાને ચેાગ્ય ભૂમિ તૈયાર થતી નથી. માટે પ્રથમ માર્ગોનુ.ભાવના ગુણાનુ જીવન અને ત્યાર પછી વિરતિધમની ભૂમિકારૂપ ૨૧ ગુણેનું જીવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org