________________
१७८
ચોદ ગુણસ્થાન (૪) ઈછાનુસારી – નિત્ય ગુરુબહુમાનપૂર્વક તેમની ઈચ્છાને અનુસરનારો, યદ્યપિ માતા-પિતાદિ પણ ગુરુ કહ્યા છે તથાપિ અહીં ધર્મગુરુને અધિકાર હોવાથી આચાર્ય ભગવંતાદિ ધર્મગુરુને લીધા છે.
૬. પ્રવચનકુશલ સિદ્ધાન્ત સમજવામાં કુશલ. આ લક્ષણના છ પ્રકાર પડે છે.
(૧) સૂત્રકુશલ :- જે કાળે શ્રાવકને ઉચિત જે જે મૂળસૂત્રો ભણવાને અધિકાર હોય તે સૂત્રોને ગુરુ પાસે વિધિપૂર્વક ભણેલે.
(૨) અર્થકુશલ - ગીતાર્થ સંવિગ્ન ગુરુ પાસે સૂત્રોનાં વ્યાખ્યાને સાંભળીને સૂવાર્થજ્ઞાનમાં નિપુણ બને.
(૩-૪) ઉત્સર્ગ:- અપવાદ કુશલ – ઉત્સર્ગ એટલે સર્વસામાન્ય મુખ્ય માર્ગ અને અપવાદ એટલે તથાવિધ જીવને ઉદ્દેશીને પુષ્ટાલંબનને કારણિક માર્ગ. આ બે માર્ગમાં પ્રવીણ હેય તે શ્રાવક કેવળ ઉત્સર્ગ કે અપવાદને નહિ સેવતાં, જ્યારે કારણ ન હોય ત્યારે ઉત્સર્ગમાર્ગે ચાલે અને દ્રવ્ય-ક્ષેત્રાદિ તથાવિધ કારણ ઉપસ્થિત થતાં અપવાદનું આલંબન લઈને પણ પિતાના દાનાદિ ધર્મો કે ગ્રતાદિનું પાલન કરે.
દા. ત. સાધુને ઉત્સર્ગમાર્ગે નિર્દોષ આહારાદિ વહેરાવવામાં શ્રાવકને ઘણે લાભ કહ્યો છે માટે તે નિર્દોષ જ વહેરાવે, પણ સાધુને માંદગી હોય કે આહારાદિ દુર્લભ હોય, તેવા પ્રસંગોમાં આઘાકમાં આદિ દેષિત વાપરવાનું પણ વિધાન છે, એમ જાણતું હેવાથી તેવા સમયે દેષિત આહારદિ પણ વહેરાવે. તે વખતે દેષિત કેમ વહોરાવાય ? એ વિચાર ન કરે.
(૫) ભાવકુશલ :- વિધિસહ ધર્માનુષ્ઠાન કરવામાં કુશલ સ્વયં વિધિમાં આદરવા, વિધિઅનુષ્ઠાન કરનારાનું બહુમાન કરનારો અને સામગ્રીના અભાવે પિતે વિધિપૂર્વક ન કરી શકે તે પણ વિધિપૂર્વક કરવાના મનોરથવાળ. વિધિમાર્ગ (જિનાજ્ઞા)ને પક્ષપાતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org