________________
૧૫૭
ચૌદ ગુણસ્થાન કેમ કે એ નિદાદિના ભારે મોટે ધર્મ કરે છે. તેઓ હિંસા, જુઠ–મૈથુન વગેરે પાપ ક્યાં સેવે છે? “હિંસા વગેરે પાપ ન કરવાં એ જ અહિંસા-સત્ય-અસ્તેયાદિ ધર્મ બની જાય. તે તે નિગદમાંથી જ સીધા મુકિત પુરીમાં જવાનું સુલભ થઈ જાય. પરંતુ તે જીવે સીધા મુકિતમાં જતા નથી એ જ વાત બતાવી આપે છે કે, હિંસા ન કરવી એ જ અહિંસા-ધર્મ નથી કિન્તુ હિંસા ન કરવાની. પ્રતિજ્ઞા કરવી એ જ અહિંસાધર્મ છે. આ પ્રતિજ્ઞારૂપ ધર્મ તે. જીવેને નથી માટે જ તેઓ તે અવિરતિના નિમિત્તે ઘોર પાપ-કર્મનું ઉપાર્જન કરતા રહે છે.
વળી જે હિંસા ન કરવી એ જ ધર્મ હોય તો તે હિંસા કરનાર, કસાઈ પણ સ્વર્ગે જશે. કેમ કે ભલે તે રોજ સો જીવની હિંસા કરતો. હોય છતાં વિશ્વમાં રહેલા બાકીના કરડે જીવોની હિંસા તે નથી જ કરતે ને?
આથી તેને પણ હિંસાનું પાપ રાઈના દાણા જ જેટલું થશે અને હિંસા ન કરવા રૂ૫ ધર્મ તે પહાડ જેટલું થઈ જશે. પહાડ જેટલે ધર્મ રાઈના દાણા જેટલા પાપને તે ક્યાંય કચડી ન નાખે? આવા આત્માને પણ સ્વર્ગાદિ મળી જાય તે હિંસા વગેરે કરવામાં પણ નારકાદિને ભય કયાં રહ્યો ?
સહુ કે માને છે કે કતલખાનાને રાજીખુશીથી ચલાવનારા એ કસાઈઓ કદી સ્વર્ગે જાય નહિ. આર્યદેશમાં એવા બધા પાપધંધાઓને જોરશોરથી વિરોધ થતે જ આવ્યે છે.
માટે જ માનવું પડશે કે હિંસાદિ ન કરવા માત્રથી ધર્મ નથી કિન્તુ હિંસાદિ નહિ કરવાની પ્રતિજ્ઞાથી જ ધર્મ છે.
આ ઉપરથી ખ્યાલ આવશે કે આપણું જીવનમાં જેને કદી. પણ ઉપયોગ કરતા નથી તેવી અઢળક વસ્તુઓ નહિ સેવવાની પ્રતિજ્ઞા કરી લેવામાં ન આવે તે તે બધાયની અવિરતિનું પાપ. સતત ચાલું રહે અને તેથી પ્રતિજ્ઞાસમય ઘેર કર્મબંધ પણ ચાલુ. જ રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org