________________
૧૬૦
ચૌદ ગુણસ્થાન પ્રતિજ્ઞાવાળાનું મન ૫-૬ દિવસ સુધી સ્વસ્થ રહી શકે છે, ત્યાર બાદ નિયત્રણ મુક્તિને કાળ નજદીક આવતાની જાણ થતાં તે ઢીલું પડવા લાગે છે.
એટલે આપણે એક સિદ્ધાન્ત બાંધી શકીએ કે કાયાની વિરતિમાં મનની વિરતિ બહુ જ સુલભ થઈ જાય છે.
જે કે અહીં એ વાતને ખ્યાલ રાખવે જ કે વસ્તુને છોડવાની પ્રતિજ્ઞા માત્રથી મુક્તિપદ અફર બની જતું નથી. કિન્તુ જેમ વસ્તુ છેડી તેમ વસ્તુ ઉપર રાગ પણ છેડે જ જોઈએ. વસ્તુ હોય કે ન હોય પરંતુ જે તેની ઉપર રાગ–ભાવ ન હોય તે અવશ્ય મુક્તિપદ પ્રાપ્ત થાય છે.
પરન્તુ મનને રાગ-ભાવ છેડવા માટે કાયાથી વસ્તુને સંગ છેડે આવશ્યક બની જાય છે. માટે વસ્તુને રાગ ટાળવા વસ્તુ છેડવાની પ્રતિજ્ઞા કરવી જ રહી. રાગભાવને દૂર કરવા માટે આ જ રાજમાર્ગ છે.
અનંતા આત્માઓ બાહ્ય સંગત્યાગરૂપ વિરતિમાર્ગના આ રાજમાર્ગેથી પસાર થઈને મુક્તિપદ પામ્યા ત્યારે આંગળીના વેઢે ગણું. શકાય તેટલા જજ આત્માઓ બાહ્ય સંગ ત્યાગ્યા વિના રાગભાવને ટાળીને મુક્તિપદ પામ્યા અને બાકીના અનંતાનંત બાહ્ય સંગવાળા આત્માએ મનુષ્યજીવન-ધર્મશ્રવણ પામીને પણ રાગભાવને ટાળી ન. શક્યા અને સંસારમાં રવડી ગયા.
કેવલિ ભગવંતેની નજર સામે આ પરિસ્થિતિ હતી, માટે જ તેઓએ મુક્તિનો માર્ગ તરીકે બાહ્ય સંગત્યાગરૂપ વિરતિમાર્ગને-. પ્રતિજ્ઞાપૂર્વકના સાવદ્ય વ્યાપારના ત્યાગને “ધર્મ” રૂપે કહ્યો.
આજે કેટલાય અજ્ઞાની કહે છે કે, “બાહ્ય સંગ ત્યાગ્યા વિના પણ ભરત વગેરે મુક્તિપદ પામ્યા છે માટે મહાવ્રતપ્રતિજ્ઞા કે અણુવ્રત પ્રતિજ્ઞારૂપ સર્વવિરતિ-દેશવિરતિ જીવનની શી જરૂર છે? સંસારમાં હને પણ જે રાગનાશ થયે છે તે તેમ જ કેમ ન કરવું ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org