________________
વિરતિ–ઘર્મ
[૧૨] આમ ૧૪ ગુણસ્થાનનું સ્વરૂપ વિચારી આપણે સમ્યક્ત્વ-ધર્મના હેતુભૂત માનુસારિતાને ભાવ વગેરે વિચાર્યા તેની સાથે સમ્યક્ત્વનું સ્વરૂપ પણ જોયું. હવે સમ્યક્ત્વના કાર્યરૂપ ધર્મને વિચારશું અને પછી આ વિવેચન પૂર્ણ કરશું.
સમ્યક્ત્વનું કાર્ય વિરતિરૂપ ધર્મ છે. આ ધર્મ બે પ્રકારે છે. દેશવિરતિ અને સર્વવિરતિરૂપ ધર્મ.
વિરતિ-ધર્મ એટલે હિંસાદિ સાવદ્યોગથી વિરામ પામી જવું એટલું જ નહિ કિંતુ હિંસાદિ સાવદ્યાગની પ્રતિક્ષાપૂર્વક વિરામ. પામવું તે છે.
એટલે હિંસા ન કરવી, જૂઠું ન બોલવું, ચોરી ન કરવી વગેરે ધર્મ નથી કિંતુ હિંસા ન કરવાની, જૂઠું ન બોલવાની, ચોરી નહિ. કરવાની ઈત્યાદિ પ્રતિજ્ઞા કરવી તે ધર્મ છે. જ્યાં સુધી પાપ-કાર્યની પ્રતિજ્ઞા કરવામાં ન આવે ત્યાં સુધી પાપ-કાર્ય ન કરવામાં આવે તે પણ પાપ-કર્મબંધ થયા જ કરે છે. આથી જ શ્રી જિનશાસનમાં કરે તે બધે એટલે જ નિયમ નથી કિન્તુ “ન કરે તે ય બાંધે” તે પણ નિયમ છે.
પ્રતિજ્ઞા વિનાના જીવનને અવિરતિનું જીવન કહેવાય છે. કર્મબાધ. થવામાં મિથ્યાત્વ-અવિરતિ-કષાય અને એગ એ ૪ કારણે છે. ૧ લા ૩ ગુણસ્થાને આ ૪ ય બારણાં ખુલાં લેવાથી કર્મબંધ ચાલે છે, ૪ થા ગુણસ્થાને મિથ્યાત્વનું બારણું બંધ થતાં બાકીનાં ૩ થી કર્મને પ્રવાહ ધર્યો આવે છે.
૫ મા ગુણસ્થાને અવિપિતિનું બારણું અડધું બંધ થાય છે. હૃા. ગુણસ્થાને અવિરતિનું આખું બારણું બંધ થતાં કષાય અને ગના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org