________________
૧૦૫
ચૌદ ગુણસ્થાન
આઠ પ્રભાવ: (૮) પ્રવચની–ધર્મકથક-વાદી-નૈમિત્તિક-તપસ્વી વિદ્યાવાન-સિદ્ધ-કવિ.
૧. માવચની : પ્રવચન એટલે દ્વાદશાંગ–જેને ગણિપિટક (આચાર્ય ભગવંતની ઝવેરાતની પેટી) કહ છે તે વગેરે. જે જે કાળે જેટલું (પ્રવચન) આગમશાસ્ત્ર-વિદ્યમાન હેય, તે તે કાળે તે વિદ્યમાન સર્વ આગમેના મર્મને જાણનારા પ્રાચીન કહેવાય. (ભગવાન મહરિભદ્રસૂરિજી મહારાજા)
૨. ધર્મકથક : આક્ષેપણુ-વિક્ષેપણુ-સંગજનની-નિર્વેદની રૂ૫ ચાર પ્રકારની ધર્મકથાઓને વ્યાખ્યાન શક્તિથી એવી રીતે સંભળાવે કે જેથી શ્રોતાને આનંદપૂર્વક આક્ષેપાદિ થાય. (શ્રી નંદિપણજી જેવા ધર્મકવિ કહેવાય.)
૩. વાદી : વાદી-પ્રતિવાદી, સભાજનને અને સભાપતિ–એ - ચારે ય જ્યાં હોય તેવી ચતુરંગ સભામાં પરવા દીને અસત્યરૂપે હરાવીને
વપક્ષને સત્ય તરીકે સિદ્ધ કરવાની શક્તિવાળા-(મલવાદિજી જેવા - સમર્થ પુરુષવાદી કહેવાય).
૪. નૈમિત્તિક : ભૂત-ભવિષ્યાદિ ભાવને જણાવનારા-અષ્ટાંગ નિમિત્તજ્ઞાતા. (ભદ્રબાહુસ્વામીજી જેવા નૈમિત્તિક પ્રભાવક કહેવાય).
૫. તપસ્વી : માત્ર મુક્તિની કામનાથી સમત્વભાવપૂર્વક અઠ્ઠમાદિ કિલષ્ટ તપ કરનાર નિ:સ્પૃહ મહાત્માને તપસ્વી-પ્રભાવક કહેવાય.
૬ વિદ્યાવાન : પ્રજ્ઞપ્તિ વગેરે વિદ્યાઓને સાધનારા વિદ્યાસિદ્ધ (શ્રી વજસ્વામિજી) જેવા મહર્ષિ વિદ્યાવાન કહેવાય.
૭. સિદ્ધ : આંખે અંજન લગાડી, પગે લેપ કરી, કપાળે ' તિલક કરી, મુખમાં ગોળી રાખીને દુષ્કર કાર્યો સાધવાની શક્તિ
તથા ભૂતાદિનું આકર્ષણ કરવાની બેદિક શરીરાદિ રચવાની શક્તિ " વગેરે અને સાધ્ય કાર્યો કરવાની શક્તિઓને જેમણે સિદ્ધ કરી " હોય તે ૫. કાલિકાચાર્ય મ સાજેવા-મહર્ષિને સિદ્ધ પ્રભાવક કહેવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org