________________
૧૦૪
ચૌદ ગુરુસ્થાન ઘણે ધર્મ કરવાની ભાવનાથી સર્વધર્મોને આરાધવાની ઈચ્છા. આવી ઈચ્છા અરિહંત ભગવંતના વચનના અવિશ્વાસને કારણે જ થાય છે માટે તેને સમ્યકત્વના દૂષણરૂપ અતિચાર કહ્યો છે.
૩. વિચિકિત્સા ચિત્તને વિપ્લવ.
ધર્મનું ફળ મળશે કે નહિ? જિને જે ક્રિયાના જે ફળ કહ્યા છે તે સાચા જ છે પણ મારી ક્રિયા તુચ્છ છે માટે મને તેનું કર્મનિશરૂ૫ ફળ મળશે કે પછી માત્ર કાયકષ્ટ રૂપ બનશે? ઈત્યાદિ પ્રકારના સંશયને વિચિકિત્સા કહેવાય છે. આવી વિચિકિત્સા જિનવચનના અવિશ્વાસને કારણે જ થતી હોય છે માટે તે સમ્યક્ત્વના દૂષણ રૂપ હેઈ ને અતિચાર રૂપ બને છે.
પ્ર. શંકા અને વિચિકિત્સા બે ય સંદેહરૂપ છે તે તે બેમાં તફાવત શું ?
ઉ. શંકામાં જિનેક્ત તવાદિના સ્વરૂપમાં શંકા છે. જ્યારે વિચિકિત્સામાં ધર્માનુષ્ઠાનના ફળ વિષયમાં શંકા છે. બે વચ્ચેને આ તફાવત છે.
૪. કુદૃષ્ટિ-શંસા : મિથ્ય-ધર્મને સેવનારા માણસની શ્રીમંતાઈ આદિને લીધે પ્રશંસા કરવી તેને પુણ્યશાળી માન–તેને જન્મ સફળ માન વગેરેરૂપ પ્રશંસા કરવી.
આવી પ્રશંસા પ્રગટ રીતે દૂષણરૂપ છે કેમ કે એક સમ્યફલ્વી આત્મા આ રીતે પ્રશંસા કરે તે તેની પાછળ મૂઢ (ગતાનુગતિક) લોક પણ તે ધર્મની પ્રશંસા કરતે થઈ જાય. આમ મિયાધર્મની પુષ્ટિ થતી જાય.
૫. કુદૃષ્ટિ પરિચય : અન્ય ધર્મો સાથે ભેગા રહેવાથી, પરસપર બોલવાથી તેમની જીવનચર્યા જેવાથી દઢ સાત્વીનું મન પણ તેઓના ધર્મવ્યવહાદિમાં આકર્ષાઈ જવાને સંભવ છે. તે મંદબુદ્ધિ વાળાનું તે કહેવું જ શું ? માટે કુદર્શનીને પરિચય કરે એ સમ્યફત્વના અતિચાર રૂપ દૂષણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org