________________
ચૌદ ગુણસ્થાન
[૧૧] ચૌદ ગુણસ્થાનનાં નામ ૧. મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક ૨. સાસાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક ૩. મિશ્રદષ્ટિ (સમ્યગૃમિથ્યાદષ્ટિ) ગુણસ્થાનક ૪. સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક પ, દેશવિરતિ ગુણસ્થાનક ૬. પ્રમત્તસયત સર્વવિરતિ ગુણસ્થાનક ૭ અપ્રમત્તસયત ગુણસ્થાનક ૮, અપૂર્વકરણ (નિવૃત્તિ બાદર સંપરાય) ગુણસ્થાનક ૯ અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક ૧૦. સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક ૧૧. ઉપશાન્ત-કષાયવીતરાગ છદ્મસ્થ ગુણસ્થાનક ૧૨. ક્ષીણષાય વીતરાગ છ% ગુણસ્થાનક ૧૩. સગી કેવલિ ગુણસ્થાનક ૧૪. અગકેવલ ગુણસ્થાનક
પ્ર. ગુણસ્થાનક એટલે શું ? ઉ. સર્વ જીવના સ્વાભાવિક ગુણે જ્ઞાન-દર્શન-ચારિત્ર્ય છે.
સર્વ સંસારી જીવના આ ગુણે કર્મના આવરણથી ઓછા-વત્તા અંશે ઢંકાએલા છે. છતાં જેટલા અંશમાં એ ગુણેને ઉઘાડ થયે છે તેટલા અંશમાં તે જ્ઞાનાદિ ગુણના સ્થાન-ભેદ અને સ્વરૂપને ગુણસ્થાનક કહેવાય છે.
સૂક્ષમાતિસૂક્ષ્મ નિગોદના જીવોમાં પણ જ્ઞાનાદિ ગુણને અત્યં૫ ઉઘાડ છે માટે તેમને પણ ૧ લા ગુણસ્થાનકે ગણવામાં આવ્યા છે. જે તેમનામાં તેટલે પણ જ્ઞાનાદિ પ્રકાશ ન હોત તે તેઓ જીવ મટીને જડ બની જાત. જીવ-જડની ભેદરેખા જ્ઞાનાદિ ગુણેના સદભાવ-અભાવથી જ અંકાય છે.
જે આત્મા ઉપર જ્ઞાનાદિ ગુણેને આવરી દેતાં (ઢાંકી દેતાં) કર્મ વિપુલ પ્રમાણમાં છે તે બધા આત્મા ૧ લા ગુણસ્થાને ગણાય છે. જેમ જેમ આ આવારક કર્મ ઓછું થતું જાય છે તેમ તેમ આત્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org