________________
૧૨૮
ચૌદ ગુણસ્થાન
૬. પ્રમત્ત. સંયત ગુણસ્થાનક : પૂર્વોક્ત સવાસાનુમતિથી પણ મુક્ત થનાર સર્વપાપ વ્યાપારના ત્યાગી આ ગુણસ્થાન પ્રાપ્ત કરે છે. આ ગુણસ્થાન પ્રત્યાખ્યાનાવરણ કષાય ચતુષ્ટયને પશમ થઈ જતાં જ પ્રાપ્ત થાય છે. અહીં તથા આગળના કેટલાક ગુણસ્થાને સંજવલન કષાય ચતુષ્ટને ઉદય હેવાથી સરાગ અવસ્થા, હોય છે. જ્યારે આ કષાય દૂર થઈ જાય છે ત્યારે ૧૧ મા વગેરે ગુણસ્થાને વીતરાગ અવસ્થાની પ્રાપ્તિ થાય છે.
સર્વવિરતભાવમાં પાંચ પ્રકારના ચારિત્ર્ય છે. સામાયિક-છે પસ્થાપનીય – પરિહારવિશુદ્ધિ. – સૂમસં૫રાય અને
યથાખ્યાત ચારિત્ર્ય. આમાંથી ૧ લા ૩ ચારિત્ર્ય આ ગુણસ્થાને હોય છે. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર્ય કેઈક વખત જ હોય છે એટલે તેની વિવક્ષા ના કરીએ તે આ ગુણસ્થાને પાંચમાંથી બે જ ચારિત્ર્ય હોય છે. સૂક્ષમ સંપરાય ચારિત્ર્ય ૧૦ મા જ ગુણસ્થાને હોય છે, જ્યારે વીતરાગ ભાવનું યથાખ્યાત ચારિત્ર્ય ૧૧ થી ૧૪ મા ગુણસ્થાન હોય છે.
આ ગુણસ્થાને વર્તતા સર્વવિરતિ આત્મા યદ્યપિ ત્રિકરણોને પાપા-વ્યાપારના ત્યાગી હોય છે. તથાપિ મેહનીયાદિ કર્મના ઉદયના સામર્થ્યથી તીવ્ર સંજવલન કષાય અને નિદ્રા વગેરે કોઈ પણ પ્રમાદના ગે ચારિત્ર્યમાં સદાય-કિલષ્ટ પરિણામવાળો થાય છે. માટે જ આ ગુણસ્થાનવત મુનિને પ્રમત્ત (નિદ્રાદિ પ્રમાદવાળા). કહેવાય છે.
અહીં દેશવિરતિ આત્મની અપેક્ષાએ અનંતગુણ વિશુદ્ધિ હેવાથી વિશુદ્ધિને પ્રકર્ષ અને અવિશુદ્ધિને અપકર્ષ છે, અપ્રમત્ત ગુણસ્થાનની અપેક્ષાએ તે અહીં અનંતગુણ હીન વિશુદ્ધિ હોય છે. એટલે વિશુદ્ધિને અપકર્ષ અને અવિશુદ્ધિને પ્રકર્ષ હોય છે. અહીં અસંખ્ય સંયમ-- . સ્થાનકે હેાય છે, જેના ચૂલથી જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ. ૩ ભેદ પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org