________________
૧૦૦
ચૌદ ગુણસ્થાન - ૧. અપૂર્વ સ્થિતિઘાત ૨. અપૂર્વસઘાત ૩. અપૂર્વગુણશ્રેણિ ૪. અપૂર્વગુણસંક્રમ ૫. અપૂર્વીસ્થિતિબંધ. - આ પાંચે ય અપૂર્વ પદાર્થો નીપજાવનારા પરિણામ પણ અપૂર્વ જ હોય એટલે અપૂર્વપરિણામને પણ અપૂર્વકરણરૂપ કહી શકાય.
સમ્યક્ત્વ પ્રાપ્તિ વખતે પણ આવું અપૂર્વકરણ થયું હતું. પરંતુ તેના કરતાં ય અપૂર્વ પદાર્થો અહીં થાય છે માટે આને અપૂર્વકરણ કહેવાય છે. ત્યાં અપૂર્વકરણ એ ગુણસ્થાનરૂપ ન હતું જ્યારે અહીં ૮ મા ગુણસ્થાન રૂપે છે. આને શ્રેણિનું અપૂર્વકરણ કહેવાય છે. કેમ કે અહીંથી જીવ ઉપશમ કે ક્ષપકશ્રેણિ ઉપર ચડે છે.
પૂર્વે જે સામર્થ્યગ કહ્યું હતું અને શાસ્ત્રકાર ભગવંતે નિકાચિત કર્મ તપથી તૂટે એમ કહીને “તપ” એટલે શ્રેણિના અપૂર્વ કરણને આત્મ-પરિણામ કહે છે તે અપૂર્વકરણ એટલે આ જ અપૂર્વકરણ-ગુણસ્થાન સમજવું.
અપૂર્વસ્થિતિઘાત : જ્ઞાનાવરણીયાદિ કર્મની દીર્ઘસ્થિતિને “અપવર્તના કરણ વડે ઘટાડીને અપ કરવી તે સ્થિતિઘાત.
- અપૂર્વસઘાત : સત્તામાં રહેલ જ્ઞાના. આદિ અશુભ પ્રકૃતિના તીવ્ર રસને અપવર્તનો કરણથી ઘટાડીને અ૫ કરે.
અપૂવગુણશ્રેણિઃ અત્યન્ત વિશુદ્ધ અધ્યવસાય વડે અપવર્તના કરણથી ઉપરની સ્થિતિમાંથી ઉતારેલા દલિકને શીધ્ર ખપાવવા માટે ઉદય સમયથી આરંભી અન્તર્મુના સમય પ્રમાણુ સ્થાનકની અંદર પૂર્વ પૂર્વ સ્થાનકથી ઉત્તર ઉત્તર સ્થાનમાં અસંખ્ય અસંખ્ય ગુણકારે દલિકને જે ગોઠવવા તે ગુણશ્રેણિ. ઉપરની સ્થિતિમાંથી પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અસંખ્ય અસંખ્ય ગુણ દલિકે ઉતારે છે અને તેને ઉદય સમયથી આરંભી અન્તર્યું. પ્રમાણ સ્થાનકમાં અસંખ્યાતગુણ વૃદ્ધિએ બેઠવે છે. જેમ કે પહેલે સમયે જે દલિક ઉતાર્યા તેમાંથી ઉદય સમયમાં થડા તેનાથી પછીના સ્થિતિ–સ્થાનમાં અસંખ્ય ગુણ, તેની પછીના સ્થિતિસ્થાનમાં વળી અસં. ગુણ એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org