________________
૧૧૪
ચૌદ ગુણસ્થાન
સંશય આદિ ગુણે દેખાવા જોઈએ. કેમ કે પૃથ્વી આદિના જે ગુણે છે તે કઠિનતા, શીતળતા, ઉષ્ણુતા વગેરે દેખાય છે.
. (૨) પ્રદેશીરાજાના પ્રસંગમાં શાસ્ત્રમાં આત્માના અસ્તિત્વની સાબિતી આવે છે. તેમાં પ્રદેશ રાજા આત્માનું અસ્તિત્વ નકારી નાખતા જણાવે છે કે એકવાર તેમણે એક ચોરને પકડ્યો, અને તેના અંગે અંગના ટુકડા કરી નાંખ્યા પણ ક્યાંય જીવ જેવું દેખાયું નથી. માટે જીવ જેવી કઈ ચીજ જ નથી.
આના સમાધાનમાં ગુરુભગવંતે સમાધાન આપ્યું કે અરણિ કાષ્ઠના કકડે-કકડા કરી નાખવામાં આવે તે પણ ક્યાંય અગ્નિ દેખાતે નથી માટે તેમાં અગ્નિ જ નથી, તેમ કેમ કહેવાય? કેમ કે બે અરણિ કાષ્ટને ઘસવાથી તરત તેમાંથી અગ્નિ ઉત્પન થાય છે જ્યારે બીજા કેઈ કાષ્ટના ઘર્ષણથી અગ્નિ ઉત્પન્ન થતું નથી. આ જ રીતે શરીરના અંગેઅંગના કટકા કરી નાંખવાથી જીવ ન દેખાય એટલા માત્રથી “જીવ નથી તે નિર્ણય ન થાય.
(૩) વળી પ્રદેશીએ પૂછયું કે, “એકવાર મરવા પડેલા ચોરને કાચની મજબૂત છિદ્ર-રહિત બરણીમાં પૂર્યો....થડી વારમાં તે મરી ગયે. પણ તે વખતે કાચની બરણીમાં ક્યાંય કાણું ન પડ્યું. જે જીવ હેત તે શરીરમાંથી નીકળીને કાચને ફેડીને નીકળી જાત ને ? પણ તેમ ન થયું માટે જ મેં નક્કી કર્યું છે કે જીવ જેવું કાંઈ છે જ નહિ,
કેશિ-મુનિએ કહ્યું, “ ભાઈ એક માણસને છાણના ગોળ ઓરડામાં બેસાડવામાં આવે અને ચોમેરથી ઓરડો સખત રીતે બંધ કરી દેવામાં આવે અને પછી અંદરથી તે બૂમ પાડે છે તે બહાર ઊભા રહેલા માણસને સંભળાય છે. આ વખતે શબ્દ-રૂપી પુગલ ઓરડામાંથી બહાર નીકળવા છતાં એરડાની દીવાલને ક્યાંય કાણું ન પડ્યું. કાનેકાન શબ્દ તે સાંભળ્યા જ છે, આ શબ્દ તે મૂર્ત છે જ્યારે આત્મા અમૂર્ત છે. તેને ચાલી જતાં, કાચમાં છિદ્ર તે શેનું પડે?
આ રીતે અનેક પ્રશ્નો અને પ્રત્યુત્તર થયા પછી મહારાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org