________________
ચૌદ ગુણસ્થાન
-
-
-
સૂત્રોના અર્થ ઉપર જે રૂચિ થાય તે અભિગમરુચિ સમ્યક્ત્વ કહેવાય. આ આત્મા સકળ આગના અર્થને જ્ઞાતા હોય.
છે. આવી વ્યાખ્યાથી તે સૂત્રરૂચિ અને અભિગમરૂચિ એ બે ય સમ્યક્ત્વ એક રૂપ બની ગયા. વળી જે તમે એમ કહે કે સૂત્રરૂચિમાં કેવળ સૂત્રની (અર્થજ્ઞાન વિના) રુચિ હોય છે. જ્યારે અભિગમ રૂચિમાં અર્થયુક્ત સૂત્રરૂચિ હોય છે. એ રીતે તે બેમાં ભેદ પડે છે તે તે તમારી વાત બરાબર નથી કેમ કે સૂત્ર માત્ર તે મંગુ કહ્યું છે. એટલે માત્ર સૂત્રરૂચિ સંભવતી પણ નથી. અર્થજ્ઞાન વિના રૂચિ જાગી શકે નહિ.
અર્થનિરપેક્ષ તે સૂત્ર તે અજ્ઞાનનું જ કારણ બને છે. કહ્યું છે કે, “જેણે સુત્રનું રહસ્ય જાણ્યું નથી અને નિર્યુક્તિ આદિ અર્થગ્રન્થ સિવાય કેવળ મૂળ સૂત્રોને અનુસરનાર ગમે તેવો આરાધના-ઉદ્યમી પણ અજ્ઞાન તપસ્વી જ (ઉપદેશમાલા ગા. ૪૧૫) કહેવા આશય એ છે કે અર્થવિહેણ સૂત્રજનિત પ્રવૃત્તિ વિશેષ સમજણના અભાવે કણરૂપ જ છે.” માટે સૂત્રરૂચિમાં પણ અર્થ યુક્તતા માનવી જ જોઈએ. તેમ થતાં સત્રરૂચિ અને અભિરૂચિ એ બે એકરૂપ બની જાય છે.
ઉ. તમારી વાત સાચી છે કે સૂત્રરૂચિમાં અને અર્થરૂચિમાં સૂત્રને, સમાવેશ હોવા છતાં સૂત્ર અધ્યયનથી જે જ્ઞાન થાય અને અર્થ અધ્યયનથી જે જ્ઞાન થાય તે બન્નેમાં ભિન્નતા પડી જાય છે. એમ થતાં બે જ્ઞાનથી ઉત્પન્ન થયેલી રૂચિમાં પણ ભેદ પડી જાય છે. એ રીતે હવે સૂત્રરૂચિ સત્વ અને અભિગમ રૂચિ સમ્યક્ત્વની એકરૂપતાની આપત્તિ ટળી જાય છે.
આ કારણથી જ શાસ્ત્રકાર ભગવતેએ ફરમાવ્યું છે કે, “સૂત્રના - અધ્યયન કરતાં અર્થના અધ્યયનમાં વિશેષ ઉદ્યમ કરવો જોઈએ. કેમ કે અર્થશાનથી અર્થ અને સત્ર બન્નેયની સિદ્ધિ થાય છે (ઉ. વ. ગા. ૮૫૬).”
અથવા ઉપરોક્ત પ્રશ્નનું બીજી રીતે પણ સમાધાન થઈ શકે છે, સૂત્રરૂપી મૂળાગમની રૂચિને સૂત્રરૂચિ કહેવાય અને નિર્યુક્તિ આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org