________________
ચૌદ ગુણસ્થાન
અર્થ ગ્રન્થ (અર્થ જણાવતા ગ્રન્થની રૂચિ તે અર્થરૂચિ (અભિગમ રૂચિ) કહેવાય. આ કારણે જ ઠાણુંગસૂત્રની ટકામાં નિર્ચત આદિ અર્થજ્ઞાનની રૂચિને અર્થરૂચિરૂપ જણાવીને તેને સૂત્રરૂચિથી ભિન્ન કહેલ છે.
૭. વિસ્તારરૂચિ : પ્રત્યક્ષાદિ સર્વ પ્રમાણે-ન-નિક્ષેપાઓ પૂર્વકનું જે સર્વ-દ્રવ્ય-ગુણપર્યાનું જ્ઞાન-તેનાથી પ્રગટ થયેલી જે. અતિશુદ્ધ શ્રદ્ધા તે વિસ્તારરૂચિ સમ્યક્ત્વ કહેવાય.
૮, ક્રિયારૂચિ : પંચાચારને પાળવાની વિનયાદિ અનુષ્ઠાન કરવાની રૂચિ તે ક્રિયારૂચિ.
પ. તે પછી આજ્ઞારૂચિ અને ક્રિયારૂચિમાં ફેર શું પડે ? કેમ કે બે ય ધર્માનુષ્ઠાનની રૂચિરૂપ જ છે ?
ઉ. અજ્ઞારૂચિમાં રૂચિની મુખ્યતા અનુષ્ઠાન ઉપર નથી કિન્તુ, ગુવંજ્ઞા છે. જ્યારે અહીં અનુષ્ઠાન ઉપર જ રુચિની મુખ્યતા છે, ભલે કદાચ આજ્ઞા ન પણ હોય માટે બેયમાં સ્પષ્ટ ભેદ છે. આથી જ ક્રિયાને આત્મસાત કરી ચૂકેલા ચારિત્રી મુનિઓ કે જેઓ ગુર્વાજ્ઞાદિથી નિરપેક્ષ થયા છે. તેમને ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજાએ ચારિત્ર્ય-કાય (જેમની કાયા ચારિત્ર = કિયામય બની ગઈ છે તેવા), કહ્યા છે.
૯ સંક્ષેપરૂચિ સમ્યક્ત્વ : જેને બૌદ્ધાદિ દર્શનમાં કદાગ્રહ, નથી, જૈન-ધર્મનું યથાર્થ જ્ઞાન પણ નથી અને છે માત્ર મોક્ષની રૂચિ... આ રૂચિ સંક્ષેપરૂચિ કહેવાય. મહાત્મા ચિલાતી ઉપશમ-સંવર વિવેકાત્મક પદત્રયને સાંભળવા માત્રથી-જૈનધર્મનું કશું જ જ્ઞાન ન હોવા છતાં જે મોક્ષરૂચિ થઈ–તે સંક્ષેપરુચિ કહેવાય. આ જ રીતે જ્ઞાનની વિશેષતા વિના પણ મોક્ષમાત્રની રૂચિ થાય તે તેને સંક્ષેપરૂચિ. સમ્યકૃત્વ કહેવાય.
જે અહીં મોક્ષરુચિ પદ દૂર કરીને તેના બે વિશેષણ અન્ય દર્શનમાં અકદાગ્રહ અને જિનદર્શનનું અજ્ઞાન–એટલું જ સંક્ષેપરૂચિનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org