________________
૭૫
ચૌદ ગુણસ્થાન પ્રાપ્ત કરવા પહેલાં કેઈ ગતિના આયુષ્યને નિશ્ચિત નિકાચિત) ન કરી ચૂક્યો હોય અને સભ્યત્વ ભાવમાં જ આયુષ્યને બંધ કરે તે નિયમત વૈમાનિક દેવકનું જ આયુષ્ય બાંધે, પરંતુ મનુષ્યાદિ ગતિ ન બાંધે. હા, સમ્યકત્વ ભાવવત તે દેવ આયુષ્ય બાંધે તે તે મનુષ્યઆયુ જ બધે કેમ કે દેવ મરીને દેવ થઈ શકતું નથી.
આપણે સમ્યક્ત્વ પ્રાપ્તિને જે કેમ કહો છે તે કર્મગ્રન્થના અભિપ્રાયે છે. જ્યારે સિદ્ધાન્તમાં તે કહ્યું છે કે, કેઈ અનાદિ મિથ્યાત્વી જીવ તેવા પ્રકારના વિશિષ્ટ અધ્યવસાયાદિને પ્રાપ્ત કરીને પૂર્વે જણાવ્યા મુજબ (અનિવૃત્તિકરણ દ્વારા નથી કહ્યું) અપુર્વ-કરણ દ્વારા જ ત્રણ પુંજ કરીને તેમનાં સર્વથા શુદ્ધ કરેલાં સત્વ–મોહનીય. કર્મના પુંજને ભેગવતે ઔપનિક સત્વ પામ્યા વિના જ પ્રથમતઃ લાપશમિક સમ્યક્ત્વ પામે તે કોઈ અન્ય જીવ યથાપ્રવૃત્તિ કરણદિ ૩ કરણના ક્રમે અંતરકરણમાં પ્રથમ સમયે જ ઔપશમિક - સ. – પામે (આપણે સ્વીકારેલે મત) પણ ૩ પંજ કરવાની ક્રિયા તે કરે નહિ. આથી તેને સત્વ મેહનય અને મિશ્ર મોહનીય રૂપ બે પુંજ ન હોવાથી ઔપશસિક સમ્યત્વને કાળ પુર્ણ થતાં નિયમિત મિથયાત્વ મેહનીય કર્મ જ ઉદયમાં આવે અર્થાત્ તે મિથ્યાત્વી જ : બને.
બૃહત્ક૫ ભાષ્યની ૧૨૦મી ગાથામાં કહ્યું છે કે, જેમ ઈયળ, પહેલાં પોતાના શરીરને લંબાવી આગળના સ્થાને સ્થિર થઈને પછી જ પાછલા સ્થાનને છેડે છે પણ આગળસું સ્થાન પકડી ન શકાય, તે પાછળના સ્થાનને છેડતી નથી, અને પાછી વળે છે. તેમ ૩ પૂંજ વિનાને ઉપશમ-સમકિતી જીવ આગળ શુદ્ધ કે અર્ધશુદ્ધ પૂંજના અભાવે તેના ઉદય રૂ૫ આલંબન ન મળતાં મિથ્યાત્વે જ પાછે. આવે છે.” તાત્પર્ય એ છે કે સૌદ્ધાતિક મતે કોઈ વિશિષ્ટ અધ્યવસાયી. જીવ પ્રથમ જ ક્ષાપશમિક સત્વ પામીને કાલાંતરે મિશ્ર કે મિથ્યાત્વના. ઉદયવાળ બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org