________________
ચોદ ગુણસ્થાન
૮૩.
ભાવને પરસ્પર સંકલિત જ માને છે તેની અપેક્ષાએ તે દ્રવ્ય સત્વમાં પણ ભાવ સત્વ માનવું જોઈએ. નિશ્ચય સમ્યક્ત્વ અને વ્યવહાર સમ્યક્ત્વ :
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ જે આત્મપરિણામ તે જ નિશ્ચયનયની દષ્ટિથી સમ્યકત્વ છે. આ સમ્યકત્વ ૭મા ગુણસ્થાન પૂર્વે ક્યાંય હેઈ શકતું નથી. - જ્યારે તે નિશ્ચય સમ્યકત્વના હેતુભૂત બનતું-સમ્યકત્વના ૬૭ ભેદેનું જ્ઞાન-શ્રદ્ધાન અને ક્રિયા રૂપે શક્તિ મુજબનું પાલન કરવું તે ‘વ્યવહારનયની દષ્ટિનું સમ્યક્ત્વ છે.
નિશ્ચય સભ્યત્વ ૭મા ગુણસ્થાને જ હેઈ શકે કેમ કે નિશ્ચયનય કાર્યોત્પાદક કારણને જ સ્વીકારે છે.
સમ્યક્ત્વનું કાર્ય ભાવચારિત્ર છે. માટે ભાવચારિત્ર રૂપ નિશ્ચય સ.વ. છે. આ ભાવચરિત્ર ૭મા ગુણસ્થાન પૂર્વે હેઈ શકતું નથી. આ અંગે પ્રસ્તુત ગ્રંથના ૧૫૭માં કનું વિવેચન જોઈ લેવું.
પ્ર. તે શું નિશ્ચયનયથી શ્રેણિક રાજા સમ્યકત્વ જ ન હતા? કથા ગુણસ્થાને તે સમ્યક્ત્વ માનતું નથી ને?
ઉ. હા. તેની દષ્ટિએ શ્રેણિકમાં પણ સમ્યફત્વ જ ન હતું તે પછી ક્ષયિક સત્વની તે વાત જ કયાં રહી? નિશ્ચયનય સાતમા ગુણસ્થાનના ક્ષેપ. સત્વને માન્ય કરે છે પણ ૪થા ગુણસ્થાનના ક્ષાયિક સ.વ.ને તે સત્વ તરીકે જ માનતું નથી. કેમ કે ત્યાં શ્રદ્ધાને અનુકૂળ આચરણરૂપી કાર્ય નથી. એવી વાંઝણ શ્રદ્ધાને તે શ્રદ્ધારૂપે માનવા તૈયાર નથી.
વળી આગળ સાંત્વના ૬૭ બેલમાં સમ્યકત્વના શમ–સંવેગારિરૂપ જે ૫ લક્ષણે કહેવાના છે તે બધાં ય નિશ્ચય સમ્યકત્વમાં જ ઘટે છે. જે એમ માનવામાં ન આવે તે શ્રેણિકને પાંચ ય ગુણે હતા નહિ છતાં ત્યાં ક્ષાયિક સત્ય કહ્યું છે. એટલે પછી સાત્વનાં તે લક્ષણે જ અસત્ય થઈ જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org