________________
ચૌદ ગુણસ્થાન કેમ ઘટશે? જે નહિ ઘટે તે અખંડિત ૬૬ સાગરેપમ કાળની જે સ્થિતિ કહી છે તે પણ શી રીતે ઘટે?
ઉ. તત્વશ્રદ્ધા એટલે જિનપ્રણીત ભાવે ઉપરને જે મને વિશ્વાસ છે તે તે સમ્યક્ત્વનું કાર્ય છે. તેના કારણરૂપ મિત્વમેહ. કર્મના ક્ષમ. આદિથી પ્રગટ થયેલે શુદ્ધ આત્મપરિણામ તે જ સમ્યક્ત્વ છે.
વિશુદ્ધ સમ્યકત્વ મોહનીય કર્મના પંજના વેદનાથ (પ.થ), ઉપશમથી કે ક્ષયથી પ્રગટ થએલે અને પ્રશમાદ લિંગથી ઓળખાતે જે આત્માને શુદ્ધ પરિણામ તે જ સમ્યક્ત્વનું સ્વરૂપ છે. આવું સમ્યક્ત્વ મન વિનાના સિદ્ધ પરમાત્મામાં પણ ઘટી જાય છે. તેમ મનવિનાના અપર્યાપ્તાદિ અવસ્થાવાળા માં પણ ઘટી જાય છે.
આવા પ્રકારના ક્ષેપમાદિજન્ય આત્માની શુભ દશા રૂપ સમ્યકત્વથી જ તત્વાર્થશ્રદ્ધા = માનસવિશ્વાસ પ્રગટ થાય છે માટે જ તેને સમ્યકત્વનું કાર્ય કહેવાય છે. વ્યવહાર–નયથ-કારણ કાર્યને અભેદ કરવાથી તેવા મને વિશ્વાસને પણ સમ્યક્ત્વ કહી શકાય છે.
જેનામાં તેવું માનસ-વિશ્વાસરૂપ સમ્યક્ત્વ છે તેનામાં આત્મરુચિરૂપ સમ્યકત્વ તે અવશ્ય હાય કેમ કે કાર્ય કઈ દિવસ કારણું વિના રહી શકતું નથી. વળી કહ્યું પણ છે કે, “જીવાદિ નવ પદાર્થને જે યથાર્થરૂપે જાણે તેને સમ્યકત્વ હોય છે. અને મંદમતિથી અથવા છમસ્થતાને લીધે જે જે ન સમજાય તે તે પણ જે જિનેક્ત છે માટે બધું ય સત્ય જ છે તેમ શ્રદ્ધાથી માને તેને પણ સમ્યક્ત્વ હોય જ છે.”
પ્ર. તમે જીવાદિ નવ તત્વની શ્રદ્ધાને સમ્યકત્વ કહે છે જ્યારે અન્યત્ર અરિહંત જ દેવ, નિર્ગથે જ ગુરુ અને કૃપારૂપ જિનમત એ જ ધર્મ એ પ્રામાણિકભાવ તેને સમ્યકત્વ કહ્યું છે. આમ માનસવિશ્વાસ રૂ૫ (કાર્ય૫) સમ્યક્ત્વની બે વ્યાખ્યાઓ પરસ્પર સંગત -શે થશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org