________________
ચૌદ ગુણસ્થાન
રોગ-જમાં સર્વ પ્રથમ બીજ તરીકે વિતરાગ ભક્તિ જણાવીને તેની સર્વોત્કૃષ્ટ વિશેષતા સૂચવી છે. શ્રી રૂપવિજ્યજી મહારાજા જણાવે છે કે,
ભક્તિ વિના નવિ મુક્તિ હવે કે ભક્તને,
રૂપી વિના તે તે ન હવે કઈ વ્યક્તિને.” આ પ્રથમ દષ્ટિમાં ભગવાનને વંદનાદિ રૂપ દ્રવ્યભક્તિ મુખ્યપણે અભિપ્રેત છે પરંતુ પ્રભુ સાથે અભેદ થવાની ઈચ્છા, નિષ્કામભાવાદિ રૂ૫ ભાવભક્તિની મુખ્યતા અભિપ્રેત નથી.
પ્રશ્ન : સંશુદ્ધ પ્રણામ એટલે કેવા પ્રણામ ?
ઉત્તર : તેનાં ત્રણ લક્ષણ જણાવ્યાં છે. ૧. અત્યન્ત ઉપાદેય. બુદ્ધ ૨. સંજ્ઞાનિરોધ ૩. નિષ્કામપણું.
ઉપાદેયબુદ્ધિ : જિનેશ્વરદેવ અત્યન્ત આદરણીય છે એવી બુદ્ધિ. પ્રભુની ભક્તિમાં ગાંડા બનતે આ જીવ બધાં ય કામને ગૌણ કરી દે છે, પડતાં મુકે છે.
સંજ્ઞાનિરોધ : અહીં “સંજ્ઞા પદથી ૧૦ સંજ્ઞા લેવાની છે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, ઓઘ અને લોકસંજ્ઞા-આમાંની એક પણ સંજ્ઞા ભક્તિકાર્યમાં લેશ પણ સ્કુરાયમાન. ન થાય. ભક્તિમાં રસતરબળ ભક્ત ખાવા-પીવાનું પણ ભૂલી જાય. પ્રભુ પાસે વળી ભય કે? એ વાત તેના રૂવાડે રૂવાંડે રમી જાય. રતિ તે આ જિનેશ્વરમાં જ ઓતપ્રેત બની હેય એટલે લૌકિકમૈથુનની ક્રિયા તે અતિનિન્જ લાગે, મૂચ્છને ભાવ તે ક્યાંય પલાયન થઈ ગયું હોય, ક્રોધાદિ કષાયે શાન્ત થઈ ગયા હોય.
જડતા અને લેકેની ખુશામતી મેળવવા વગેરેની મને વૃત્તિ નષ્ટપ્રાયઃ થઈ ચૂકી હેય. શ્રી ચિદાનંદજી મહારાજાએ લેકસંજ્ઞાને અનુલક્ષીને કહ્યું છે કે, “જનમનરંજન ધર્મનું મૂલ ન એક બદામ.”
નિષ્કામભાવ : ભક્તિની પાછળ કોઈ પણ પ્રકારની એહિક કામના ન હોવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org