________________
૫૬
ચૌદ ગુણસ્થાન સમય પસાર થઈ જાય છે તે ૧ મિનિટમાં કેટલા સમય પસાર થતા હશે? અને ઉપરોક્ત મોટામાં મોટા અન્તર્મુહૂર્તમાં કેટકેટલા અસંખ્ય સમય સમાતા હશે? આથી જ અન્તર્મુહૂર્તના અસંખ્ય પ્રકાર પડે.
ઉપરોક્ત આઠેય કર્મ જીવ ઉપર ચેટી પડીને શું ભાવ ભજવે છે? તે જોઈએ.
જ્ઞાનાવરણીય કર્મ જીનને અજ્ઞાની બનાવે છે.
દર્શનાવરણીય કર્મ અંધાપ વગેરે કે અનેક પ્રકારની નિદ્રા લાવે છે.
મેહનીય કર્મ મિથ્યાત્વ–અવિરતિ-રાગ-દ્વેષ-કામ-ક્રોધાદિ લાવે છે.
વેદનીય કર્મ શાતા-અશાતા લાવે છે. આયુષ્ય કર્મ જન્મ-જીવન-મૃત્યુ લાવે છે.
નામ કર્મ ગતિ-શરીર- ઈન્દ્રિયાદિ-યશ-અપયશ-સૌભાગ્યદોભંગ્યાદિ લાવે છે.
ગોત્રકર્મ ઉચ્ચ-નીચ કુળ આપે છે.
ઉપરોક્ત ૮ કર્મમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અન્તરાય એ ૪ કર્મને ઘાતી કર્મો કહ્યાં છે. - આ ચારે ય આવરણે જીવના જ્ઞાનાદિ ગુણોને ઘાત કરી નાંખે છે. માટે તેમને ઘાતી કહેવાય છે. જ્યારે બાકીના ચારમાં ગુણેને સીધે ઘાત કરવાની તાકાત ન હોવાથી તેમને અઘાતી કહેવાય છે.
- ૪ ઘાતી કર્મમાં પણ મોહનીય કર્મ સૌથી વધુ ઘાતક કર્મ કહેવાય છે કેમ કે એના તેફાન ઉપર જ બાકીના ૩ ઘાતી કર્મનું તોફાન હોય છે.
- ઉપરોક્ત ૮ કર્મના પેટભેદ ૧૫૮ પડે છે. એમાં મેહનીય કમના પેટભેદરૂપે જે મિથ્યાત્વ મેહનીય કર્મ છે તેની ભયાનકતા તે બીજા પેટાદવાળા મેહનીય કર્મથી પણ અતિશય વધુ હોય છે. આથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org