________________
૫૮
ચોદ ગુણસ્થાન ઉપર જે ગ્રન્થિ ગંઠાઈ છે તે એવી દુર્ભેદ્ય છે કે તેને તેડવાનું કામ પર્વતને ચૂરી નાંખનારા ચક્રવર્તી માટે પણ મુશ્કેલ હોય છે.
જ્યાં સુધી આ પ્રન્થિનું ભેદન ન થઈ જાય ત્યાં સુધી સમ્યકૃત્વભાવ પ્રાપ્ત થતું નથી.
અભવ્ય વગેરે છ અનેકાનેક વખત આ ગ્રન્થની નજદીક આવ્યા, ઘેર ચારિત્ર વગેરે પાળ્યા પણ ગ્રન્થિને ભેદ્યા વિના જ પાછા ફર્યા. આવું તે તેમને અનંતી વખત બની જાય અને તે ય એ અભવ્ય જ સ્થિભેદ કદાપિ કરી શકે નહિ. ગ્રન્થિપ્રદેશની નજદીક આવ્યા વિના દ્રવ્યથી પણ ધર્મસાધના પ્રાપ્ત થતી નથી. અર્થાત્ પલ્યોપમને અસંખ્યાતમ ભાગ એ છે એવા કે. કે. સાગરેપમ જેટલી મિથ્યાત્વ મેહનીય કર્મની સ્થિતિ થઈ જાય, ત્યારે જ ગ્રન્થિની નજદીક પણ આવી શકાય અને ત્યારે જ દ્રવ્યાનુષ્ઠાનની પણ પ્રાપ્તિ થાય.
કેટલાકને ગ્રન્થિભેદન કરીને સમ્યક્ત્વ ભાવ નિસર્ગથ એટલે કે તે વખતે ગુર્નાદિના નિમિત્ત મેળવ્યા વિના પ્રાપ્ત થઈ જાય છે તો કેટલાક ગુર્વાદિનિમિત્ત પામીને અપૂર્વ વિલાસ થતાં એ રાગદ્વેષની ગ્રન્થિનું ભેદન થઈ જાય છે અને તરત જ સમ્યક્ત્વ ભાવની પ્રાપ્તિ થાય છે.
આમ બે રીતે ગ્રન્થિભેદપૂર્વક સમ્યક્ત્વ ભાવ પ્રાપ્ત થાય છે, નિસર્ગથી અને અધિગમથી.
પર્વત પાસેની નદીમાં પાણીથી તણાતે-અથડાતે-કુટા પથ્થર અણઘડ પણ ક્યારેક ગળા સુંવાળો બની જાય છે તેમ જીવને પણ કઈ તથાવિધ કર્મ સ્થિતિ ઘટાડવાને આશય ન હોય તે પણ ઘુણાક્ષર ન્યાયે કષ્ટ વેઠતાં કંઈ કર્મો ખપે છે તેમ નવું બંધાયા પણ કરે છે. આ પ્રવૃત્તિ સહજરૂપે થયા કરે છે માટે તેને યથાપ્રવૃત્તકરણ કહ્યું છે. એ યથાપ્રવૃત્તકરણ દ્વારા કર્મસ્થિતિની હાનિ અને વૃદ્ધિ બેય થયા કરે છે. કેઈ વાર હાનિનું પહેલું નમી પડે છે પરંતુ આમ. કરતાં કરતાં જ્યારે હાનિનું પલ્લું ખૂબ જ નમી જાય છે એટલે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org