________________
૫૭
ચૌદ ગુણસ્થાન એમ કહી શકાય કે સર્વ કર્મમાં સૌથી વિઘાતક-સૌથી ભયંકર કર્મ હોય તે તે મિથ્યાવ મેહનીય કર્મ છે. આ મિથ્યાત્વ મેહનીય કર્મના ઉદયમાં ગુણે પણ દુર્ગણનું કાર્ય કરે છે, અને એના હાસકાળમાં દુર્ગણે પણ ખાસ અસર બતાવી શકતા નથી. જ્યારે આ મિથ્યાત્વ મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ (૭૦ કે. કે. સાગરેપમની)
એક પણ વખત જીવ બાંધવાનું નથી, ત્યારે જ તે જીવ અપુનર્બન્ધક કહેવાય છે, એ વાત આપણે પૂર્વે જેઈ ગયા છીએ.
જીવ અપુનબન્ધકતામાં જ્ઞાનાવરણીયાદિ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિના વ્હાસને સંબંધ ન લગાડતા મિથ્યાત્વ મેહનીય કર્મના હાસને સંબંધ લીધે એ જ વાત બતાવી આપે છે કે ધર્મપ્રાપ્તિમાં મોટામાં મોટી દખલગીરીરૂપ કોઈ કર્મ હોય તે તે મિથ્યાત્વ મેહનીય કર્મ જ છે.
આ જ કર્મ સમ્યક્ત્વ ભાવની પ્રાપ્તિમાં પણ ભારે અટકાવ કરે છે. ૭૦ કે. કે. સાગરેપમની અંદરની સ્થિતિને જ બાંધતે જીવ અપુનર્બન્ધક થઈ શકે એ અવસ્થામાં ઊંચામાં ઊંચે ગણાતે વિકાસ પામી શકે પરંતુ તે ઉચ્ચ વિકાસની તદ્દન નીકટમાં જ ઊભે રહેલ સમ્યક્ત્વ ભાવ પામી ન શકે. એ ભાવ પામવા માટે સાગરપમની ઉ. સ્થિતિની અંદર આવી જવા જેટલી શરત નથી ચાલતી કિન્તુ એ મિથ્યાત્વ મેહનીય કર્મની સ્થિતિ ફક્ત એક કે. કે. સાગરોપમની પણ અંદર આવી જાય ત્યારે જ તે સમ્યક્ત્વ ભાવ પ્રાપ્ત થઈ શકે છે. અર્થાત ખૂબ માર ખાઈને તડકા, તાપ વેઠીને, નરકમાં જઈને ઘેર દુખે ભેળવીને, બાળતા વગેરે કરીને ગમે તે રીતેમિથ્યાત્વ મેહનીય કર્મની એક કે. કે. સાગરોપમ ઉપરની સ્થિતિ કપાઈ જાય અને પછી પણ હજી થોડી ઓછી થઈ જાય એટલે કે જીવ ઉપર ચૂંટેલા મિથ્યાત્વ મેહનીય કર્મની સ્થિતિ અંતઃ કેટકેટ સાગરોપમની સ્થિતિ થાય ત્યારે જ સમ્યકત્વ ભાવ પ્રાપ્ત થાય છે. અહીં પણ વચ્ચે એક સાધના કરવાની તે રહીં છે. એ છે - રાગદ્વેષની ગાંઠનું ભેદન. અનાદિકાળના રાગદ્વેષના પરિણામની જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org