________________
ચૌદ ગુણસ્થાન
૫૫ જે કર્મ જીવના અનંતવીર્ય, અનંતલાભ, અનંતભોગ વગેરેને આવરી દેવાના સ્વભાવવાળું છે તેને અંતરાય કર્મ કહેવાય છે.
જે કર્મ જીવનની અજરામર અવરથાને રોકવાના સ્વભાવવાળું છે તે આયુષ્ય કર્મ કહેવાય છે.
જે કર્મ જીવના અરૂપિ સ્વભાવને રોકવાના સ્વભાવવાળું છે તે નામ કર્મ કહેવાય છે.
જે કર્મ જીવના અગુરુલઘુ પર્યાયને રોકવાના સવભાવવાળું છે તે ગોત્ર કર્મ કહેવાય છે.
આ આઠે ય કર્મોના સ્વભાવ છવના સ્વાભાવિક ગુણોને રોકવાનું જ કામ કરતા હોય છે. એટલું જ નહિ પરંતુ જીવમાં નવી નવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે.
આ તે એમના સ્વભાવની વાત થઇ. હવે એમની સ્થિતિને વિચાર કરીએ. દરેક કર્મ બંધાતી વખતે પિતાની અમુક સ્થિતિને નક્કી કરે છે. તે વખતે ઓછામાં ઓછી સ્થિતિ કેટલી નક્કી થાય ? અને વધુમાં વધુ સ્થિતિ કેટલી નક્કી થાય ? તે આપણે જોઈએ.
જ્ઞાનાવરણ-દર્શનાવરણ–વેદનીય અને અંતરાય એ ચાર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કે. કે. સાગરેપમન હેય છે. મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કે. કે. સાગરોપમની બંધાય છે. નામ કર્મ અને ગેત્ર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કે. કે. સાગરેપમની હેય છે. આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની બંધાય છે.
હવે આઠે ય કર્મની જઘન્ય સ્થિતિ જોઈએ.
વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ ઓછામાં ઓછી ૧૩ મુહૂર્તની સ્થિતિ હોય છે, નામ-ગોત્ર કર્મની ૮ મુહુર્તની અને બાકીના પાંચ ય કર્મની ૧ અંતર્મુહૂર્તની જઘન્ય સ્થિતિ હોય છે.
અંતર્મુહૂર્તના અસંખ્ય પ્રકાર છે.
૯ સમયથી માંડીને ૪૮ મિનિટમાં ૧ સમય ઓછા સુધીને બધે કાળ અન્તર્મુહૂર્તમાં ગણાય. આંખના ૧ પલકારામાં અસંખ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org