________________
યોગ–બીજ
[૪] ભગવાન હરિભદ્રસુરિજી મહારાજાએ “નિકુ કુરા ' ઈત્યાદિ પરથી, કેગના બીજેને લલિતવિસ્તરા ગન્થમાં સંગ્રહ કર્યો છે. તેમને પ્રથમ નામ, નિર્દેશ કરીને વિસ્તારથી વિચાર કરશું.
(૧) જિનેશ્વરદેવોને વિશે નિરાશસભાવપૂર્વકની શુદ્ધ માનસિક પ્રીતિ. જેના બળે વાચિક સ્તવનાદિ રૂપ નમસ્કાર અને કાયિક પંચાંગપ્રણિપાત રૂપ કુશલ-મન-વચન-કાયાની શુદ્ધ પ્રવૃત્તિ થાય.
(૨) ભાવ–આચાર્યાદિને વિશે પણ ઉપર પ્રમાણેની માનસી પ્રીતિ તથા પ્રવૃત્તિ. તથા શાસ્ત્રોક્ત વિધિપૂર્વક શુદ્ધાશયપૂર્વકની તેમની વૈયાવચ્ચ.
(૩) આર્તધ્યાન રૂપ નિમિત્ત વિના જન્માદિ દુઓના ભાનથી સાહજિક ભદ્રેગ.
(૪) મુનિવર્ગને ઔષધાદિ દાન, વગેરે દ્રવ્ય-અભિગ્રહોનું રૂચિપૂર્વક પૂર્ણ પાલન (સમ્યક્ત્વ પૂર્વની અવસ્થામાં આ ગ–બીજ પડે છે માટે ત્યાં ભાવ-અભિગ્રહ હેઈ શકે નહિ)
(૫) સિદ્ધાન્ત લખાવવા દ્વારા સિદ્ધાન્તભક્તિ (૬) બીજ કથાની પ્રેમ-શુદ્ધ શ્રદ્ધા (૭) બીજકથાથી બીજ ઉપર ઉપાદેય ભાવ.
અપુનર્બક અવસ્થાને પામેલા આત્માઓમાં ઉપરોક્ત બીજે સુખપૂર્વક વાવી શકાય છે. જેમ વિધિપૂર્વક સારી જમીનમાં વાવેલા અનાજનાં બજે ઊગી નીકળે છે તેમ એ ધર્મનાં બન્ને પ્રાય: તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org