________________
४४
ચૌદ ગુણસ્થાન અને અભિમાન કરાવનારે છે. આત્માને ભાવશત્રુ છે. આથી જ મુમુક્ષુએ કદી કદાહ કરે નહિ. કિન્તુ, કૃત–શીલ અને સમાધિમાં આગ્રહ રાખવો જોઈએ.
મિત્રાદિ ચારે ય દષ્ટિ અપુનર્બન્ધક આત્માને છેલલા યથાપ્રવૃત્તિ કરણની અવસ્થામાં પ્રાપ્ત થાય છે. તે વાત આપણે જોઈ ગયા. છેલ્લા યથાપ્રવૃત્તિકરણ વર્તાતા જીવો “માર્ગાનુસારી કહેવાય છે. ધર્મસંગ્રહકારે અપુનબંધક આત્માને સામાન્ય ગૃહસ્થ કહ્યો છે. અને તેના ૩૫ ગુણે જણાવ્યા છે. પૂર્વે આપણે જોયું કે માર્ગાનુસારી ભાવને પ્રાપ્ત કરી આપનાર અપુનબંધક ભાવની બધી અવસ્થામાં પણ માર્ગાનુસારી અવસ્થા કહી શકાય છે. અર્થાત્ અપુનબંધક માત્ર માર્ગાનુસારી કહેવાય છે. એ અપેક્ષાએ માર્ગાનુસારીના ૩૫ ગુણે છેલલા યથાપ્રવૃતિકરણમાં -વર્તતા તાત્વિક માર્ગાનુસારીને જ લાગુ ન પડતાં બધી અવસ્થાના અપુનર્બન્ધક આત્માને લાગુ પડે.
અહીં ટૂંકમાં તે ૩૫ ગુણોને શબ્દાર્થ માત્ર કરી લઈશું. માર્ગનુસારીના ૩૫ ગુણ :
૧. ન્યાયસંપનવિભવ : સ્વામીદ્રોહ, વિશ્વાસઘાત, જુગારાદિ પાપકા વિના કુલાચારને અનુકૂળ સદાચારરૂપ ન્યાયથી જે મેળવ્યું હોય તે માર્ગાનુસારીને ધર્મ કહેવાય છે.
૨. કુલ-શીલસમ : અન્ય ગેત્રીય સાથે વિવાહકરણ : ભિન્ન ગોત્રવાળા અને સમાન કુલચારવાળા સાથે વિવાહ કરવો તે. એક પુરુષથી ચાલેલે વંશ તે ગોત્ર કહેવાય અને પિતા-દાદા વગેરેની પરંપરા નિષ્કલંક હોય, દારૂ આદિનાં વ્યસન ન હોય અને સદાચારથી -સમાન કક્ષાવાળા હોય તે કુલ-શીલસમ કહેવાય.
૩. શિષ્ટાચાર પ્રશંસા : શિષ્ટ પુરુષના અચારની પ્રશંસા કરવી તે.
- ૪. અરિષવર્ગ ત્યાગ : કામ, ક્રોધ, લેભ, માન, મદ અને હર્ષ એ છ અંતરંગ શત્રુને ત્યાગ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org