________________
૨
.
થી પા. ૩૧૬ સુધી આવેલ છે. સ્ત્રીને પરપુરૂષ અને પુરૂષને પરસ્ત્રીને ત્યાગ તે ગૃહસ્થનું શીલ ગણાય છે. સર્વથા શીલને ધ્વસ કરવાથી આ ભવમાં અનાદર અને ગ્લાનિ અને પરભવમાં નરકના દુઃખો શ્રીકાંતાને પ્રાપ્ત થાય છે તે આ કથામાં જણાવેલ છે. જેથી દુઃશલ્યને દરેક મનુષ્ય ત્યાગ કરવો જોઈએ.
ધર્મરૂપી કલ્પવૃક્ષની ત્રીજી શાખા તપ છે. જેનાથી નીચ કુળમાં જન્મ ન થાય, રોગ લાગુ ન પડે, અજ્ઞાન દૂર થાય, પરાભવ અને દારિદ્રયને લોપ થાય, દુપ્રાપ્ય કંઇ ન રહે અને ઈષ્ટની પ્રાપ્તિ થાય એ તપને મહિમા છે. તેના પ્રભાવથી પ્રાણીઓ નાગકેતુની જેમ શીઘ શાશ્વત નિર્વાણપદને પામે છે. આ કથા જૈન દર્શનમાં પ્રખ્યાત છે, તેમજ મનન કરવા યોગ્ય છે. પા. ૩૧૭ થી ૩૨૦.
શકિત છતાં તપ ન કરે તે માનપુંજ પુરૂષની જેમ અપમાન પદને પામે તે કથા પા૦ ૩૨૧ થી ૫. ૩૨૪ સુધીમાં આવેલ છે.
હવે ભાવના અધિકાર માટે ગ્રંથકાર મહારાજ જણાવે છે કે, છકાયની હિંસારૂપ વૃક્ષને તજી, ભાવનારૂપ માલતી પ્રત્યે ગયેલ આત્મા રૂપ મધુકર રસાસ્વાદવડે શાંતિને પામે છે. હજારો ભો કરતાં ભ્રમણ રજથી ખરડાયેલ આત્મા ભાવના નદીમાં સ્નાન કરવાથી શુચિ-પાવન થાય છે, જ્યારે આત્મા પિતાના પર પ્રસન્ન થઈ ભાવનાને સ્વીકારશે ત્યારે અસંમત પુરૂષની જેમ સ્વાર્થને મેળવશે જેથી ભાવના ઉપર અસંમતની કથા કહેલ છે. પા૩૨૫ થી ૩૨૮. ભાવના વિના પ્રાણું દાન દેતાં, તપ આચરતાં, દેવ પૂજતાં, ગુરૂને નમતાં પણ ફળ પામતા નથી જેથી, ભાવવિના ધર્મ ચિત્રવત નિષ્ફળ છે. જેમ વરૂણને નિષ્ફળ થયે તે વરૂણનું દૃષ્ટાંત અહિં આપેલ છે. પા૩૨૯ થી પ.૩૩૩
વર્ષાકાળ રૂતુમાં ધર્મારાધન શા માટે કરવું ? તેને માટે શાસ્ત્રકાર મહારાજ કહે છે કે મન એ કાછની જેમ વક્ર છે, તેને તપના તાપથી હળવે હળવે ભાગે નહિ તેમ સીધું કરવાનું છે. વિવેકી જનોએ સ્વલ્પ આરંભથી સર્વ મનને નિષેધ કરી તેમાં પણ શુભને ઈચ્છતા ભવ્યએ વષકાળમાં છવાકુળ સ્થાને વિશેષ હેવાથી વધારે ઉપગથી