________________
૨e
વિદ્યાધરોના પુછવાથી જ્ઞાની ગુરૂ હસતા હસતા જણાવે છે કે, ચંદ્રકાન્તાનો તે ધણી છે. છેવટે વિદ્યાધરો તેને મૂળ સ્વરૂપમાં લાવતાં કામકેતુને જોઈ બને પરસ્પર આનંદ પામે છે. પછી મુનિની ધર્મદેશના સાંભળવા બને બેઠા. જ્ઞાની ગુરૂએ જણાવ્યું કે આ ભવ તથા પરભવમાં સુખને ઇચ્છતાં પ્રાણુઓ, દાન, શીલ, તપ અને ભાવ એ ચાર ભેદે ધર્મ આરાધો. ગૃહ વ્યવહારના ભારથી પ્રાણ ભવસમુદ્રમાં ડુબે છે, છતાં સંયમના પાત્ર એવા મુનિરાજને ભકિતએ દાન આપવાથી મહાફળદાયક નિવડે છે, તેમજ ભકિત વિના ઉપરોધ કે ભયથી દાન આપતાં પણ સુપાત્રે આપેલ તે ફળદાયક અવશ્ય થાય. ભયથી દાન આપતાં પણ સેમ નિશ્ચય સુખ પામ્યો એ અવાંતર કથા સેમની અહિં આપવામાં આવી છે. ( પા ૨૮૯ થી ૨૯૩, ) તેમજ ઉપરોધથી દાન આપવા ઉપર સુંદરની કથા તે પછી આપેલ છે. (પા. ૨૯૩ થી ૨૯૬ ) છેવટ ભાવદાન ઉપર વણિક સુતની કથા દાન ધર્મને પ્રકાશનાર મુનિની સાંભળી કામકેતુ તથા ચંદ્રકાન્તા દેશવિરતિ સ્વીકારે છે. પછી સુપાત્ર મુનિને દાન આપતાં ભેગ, સામ્રાજ્ય પામતાં અનુક્રમે ગુરૂનો વેગ મળતાં વ્રત લઈ કામકેતુને જીવ પાંચ ભવમા મોક્ષ પામશે. ઉપરોકત દાન ઉપર આવેલ કથાઓ ટુંકી પરંતુ ઉપદેશક છે. પા૦ ૨૮૨ થી ૩૦૧.
દાન નહિં દેવા ઉપર રિંગની કથા હવે કહે છે. વસ્તુ વિદ્યમાન છતાં જે પાત્રે દાન આપતો નથી, તે તેનાથી પામવા યોગ્ય સુખભેગે કેમ પામી શકે? જેમણે પૂર્વે ભવે દાન આપેલ નથી, તેઓ આ ભવે દીન, હીન, અને પરાભવ સહે છે. જળવડે રજની જેમ દાનથી દુષ્કૃત શાંત થાય છે, છતાં પાપાત્મા દાન કરતા નથી તે ફરંગની જેમ અધોગતિ પામે છે. અહિં કુરંગની કથા પારા ૩૦૧ થી ૩૦૫ સુધી આપવામાં આવેલ છે.
બ્રહ્મચર્ય-શીલવત તે સ્વપરને સર્વ પ્રકારે રક્ષણ કરવામાં તથા આત્માના કર્મ-કાઇને બાળવામાં અગ્નિ સમાન છે. અહિં શીલવ્રત ઉપર અમાત્ય સુતાની કથા કહેવામાં આવે છે જે ઉપદેશક છે. પા૦ ૩૫ થી ૩૦૮.
તેની વિરૂદ્ધ, શીલના નાશ કરવા ઉપર શ્રીકાંતાની સ્થા. પા. ૩૧૧