Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
એમ છે? તેનો આધાર શું છે? કોને ભૂતકાળ કહેવો? કોને વર્તમાન કાળ કહેવો? તે ખરી રીતે જ્ઞાતાના જ્ઞાન ઉપર આધારિત છે. જ્ઞાતા પોતે પોતાના વિકલ્પથી હતું, છે અને થશે તેવો વિકલ્પ કરીને પદાર્થની અંદર પણ ભૂત, ભવિષ્યની સ્થાપના કરે છે. દ્રવ્યની જે પર્યાય થાય છે તેનો કાળ પણ સામાન્ય રીતે અસંખ્ય સમયમાંથી એક સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે. આ પર્યાયની કલ્પના પણ વિકલ્પનાત્મક જ્ઞાનનું પરિણામ છે. જેનું અસ્તિત્ત્વ આપણા જ્ઞાનમાંથી હટી ગયું તેને ભૂત કહીયે છીએ. એક ક્ષણની ક્રિયા પણ ભૂતકાળ છે અને પાછળનો અનંત કાળ પણ ભૂતકાળ છે. આમ ભૂતકાળ અસીમ છે. તે જ રીતે એક ક્ષણ પછી થનારી પર્યાયને ભવિષ્ય કહી પાછળ નો આવનારો કાળ પણ અનંત છે. એટલે ભવિષ્ય પણ અસીમ છે. આ દષ્ટિએ વર્તમાનકાળ એક જ સમયનો નિશ્ચિત થાય છે. અને જ્ઞાતા તો તેને પકડી પણ શકતો નથી. જેથી સખનયના ચતુર્થ ભંગમાં “અવકતવ્ય ની સ્થાપના કરી છે. વેદાંતમાં પણ માયા અર્થાત્ પદાર્થના સ્વરૂપને અનિર્વચનીય કહ્યું છે. આમ વર્તમાનકાળનો નિર્ણય તેમાંય શુદ્ધ વર્તમાનકાળનો નિર્ણય અસંભવ થઈ જાય છે કારણ કે કેવળજ્ઞાનને છોડીને સામાન્ય ખંડજ્ઞાનમાં ઉદ્ભવેલી પર્યાયનું ક્ષણાંતરે ભાન થાય છે અર્થાત્ પદાર્થનો શુદ્ધ વર્તમાનકાળ અને તેની શુદ્ધ પર્યાય જ્યારે જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે ત્યારે તે પર્યાય તો ભૂત રૂપે બદલી ગઈ છે. આ ઘણી જ જીણી વાત છે પ્રતિબિંબીય, પ્રતિબિંબ અને પ્રતિબિંબનો વિવેક આ ત્રણેય તત્ત્વ સમસમયવર્તી હોય તો જ શુદ્ધ વર્તમાનકાળ ગ્રાહ્ય બને, પરંતુ આ સંભવ લાગતું નથી. એટલે વર્તમાનકાળનો વસ્તુતઃ વિકલ્પ જ કરવો રહયો. અને જે વ્યકિત વર્તમાનકાળના વિકલ્પ કરે છે તે વિકલ્પના આધારે, પોતાના જીવિતવ્યને આધારે કે ઐતિહાસિક ઘટનાના આધારે અમુક વસ્તુ મર્યાદા સુધી વર્તમાનકાળ ને લંબાવે છે. જો કે આ વર્તમાનકાળનો નિર્ણય સાપેક્ષ છે. એટલે તેનું મહત્વ પણ સામાન્ય, ધૂળ, વ્યવહારિક અને કલ્પિત બની રહે છે.
વ્યવહારિક દષ્ટિએ જે દેખાય છે તેને વર્તમાનકાળ કહેવામાં આવે છે. દ્રષ્યથી અદ્રશ્ય થતાં તેને ભૂતકાળ કહી સંબોધવામાં આવે છે, આ બધા વિકલ્પોને આધારે કાળને આશ્રિત કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ થાય છે. અહીં આપણે વર્તમાન આ કાળમાં મોક્ષમાર્ગ બહુ લોપ' તે પદમાં સાધારણ વર્તમાન કાળ ગણી શકાય પરંતુ અહીં કવિરાજ કાળને મહત્વ આપી રહ્યા નથી બહુધા મોક્ષમાર્ગ લુપ્ત થયો છે, મોક્ષમાર્ગનું અસ્તિત્ત્વ આવૃત્ત બન્યું છે. ખરેખર સૂર્ય લુપ્ત થતો નથી. પરંતુ વાદળાથી ઢંકાય છે. તે જ રીતે મોક્ષમાર્ગ લુપ્ત થતો નથી, પરંતુ વિપરીત ઉપદેશોના આધારે આવૃત્ત બને છે. આ રીતે અહીં આ ઢંકાયેલા મોક્ષમાર્ગનું જ મુખ્ય કથન છે.
‘વર્તમાન આ કાળ' કહેવાનો અર્થ પાછલા ભૂતકાળમાં આ મોક્ષમાર્ગ વધારે સ્પષ્ટ હતો તેમ કવિને જણાય છે. આ ભૂતકાળ મહાવીરસ્વામી સુધીના કે ત્યાર પછીના કેવલી ભગવંતના સમય સુધીનો ભૂતકાળ ગણીએ તો ત્યાર પછીના વિભિન્ન થયેલા સંપ્રદાયના આધારે જ મોક્ષમાર્ગ આવૃત્ત થયો છે. તે બધો કાળ વર્તમાનકાળની શ્રેણીમાં હોય તેવું કથન લાગે છે. તેમ છતાં આ મોક્ષમાર્ગ સર્વથા લુપ્ત થયો છે, તેવું કથન નય અને પ્રમાણના જ્ઞાતા, જ્ઞાનના ભંડાર એવા કવિવર્ય સાપેક્ષ ભાવે જ કથન કરે છે. તે બહુ લોપ થયો છે. બહુનો અર્થ બહુધા, મોટા ભાગે
KERALATASARADAN
mm