Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
AH!
Wall
અને ભાવાર્થની સાથે ગૂઢાર્થને પ્રગટ કરવા પ્રયાસ કરીશું.
વર્તમાન કાળનો સામાન્ય અર્થ : અહીં “વર્તમાન કાળે” શબ્દનો ઉપયોગ કર્યો છે. તો આ વર્તમાન કાળ' કયો સમજવો ? શું પોતાના જીવનકાળને જ વર્તમાનકાળ કહેવો ? કે પંચમ આરાના કાળને વર્તમાનકાળ કહેવો ? અથવા ભારતવર્ષમાં પ્રવર્તમાન જે પરિસ્થિતિ છે તેને શું વર્તમાનકાળ તરીકે સંબોધવામાં આવી છે? જો કે આપણે પૃષ્ઠભૂમિમાં થોડો ઉલ્લેખ કર્યો છે. જૈન સમાજની બધા સંઘોની જે પરિસ્થિતિ છે અને જે રૂ૫ દષ્ટિગોચર થઈ રહ્યું છે તેને વર્તમાનકાળ કહીને સંબોધવામાં આવ્યું છે ?
વર્તમાનના બાહ્ય (આ) વ્યવહારિક અર્થ કર્યા પછી વસ્તુતઃ કાવ્યનો આત્મા તેના શાબ્દિક ભાવોથી ઉપર ઉઠીને આધ્યાત્મિક ભાવોને પણ સ્પર્શ કરતો હોય છે. જૈનશાસ્ત્રોમાં પણ એક ખૂબી છે કે કોઈ પણ અધ્યયન કે શાસ્ત્રની શરૂઆત થાય છે ત્યાં પ્રાયઃ “તેof alણે તેને સમજી એમ કહીને જ કાળનો ઉલ્લેખ કરે છે. એ જ રીતે અહીં પણ કાળનો ઉલ્લેખ કર્યા પછી જ આગમના રહસ્યો ખૂલ્યા કરે છે. અહીં પણ આચાર્ય પ્રવર જેવા સાધક આત્માએ સહજ ભાવે કાળવાચી વર્તમાનકાળ શબ્દનો પ્રારંભમાં ઉલ્લેખ કર્યો છે, તે પણ યોગાનુયોગ એક અપૂર્વ ઉલ્લેખ થયો છે.
હવે આપણે “કાળ” દ્રવ્યના ઉદરમાં પ્રવેશ કરશું.
સામાન્ય પ્રમાણે કાળના ત્રણ ભેદ વિશ્વપ્રસિદ્ધ છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન. વસ્તુતઃ ભૂત અને ભવિષ્ય, એ લુપ્ત થયેલી કે અનુદિત પર્યાયોનો ઉલ્લેખ કરે છે. જ્યારે વર્તમાન કાળ” જ અસ્તિત્ત્વ ધરાવતી ગુણધર્મયુકત પર્યાયનો ઉલ્લેખ કરે છે. અહીં મૌલિક પ્રશ્ન એ છે કે શું કાળને ખંડ ખંડ કરી શકાય? અથવા આ ખંડ ખંડ થયેલો કાળ શું એક દ્રવ્ય તરીકે (રૂપે) કલ્પી શકાય ? છ દ્રવ્યોના અસ્તિત્ત્વમાં પણ પાંચેય દ્રવ્યો ત્રિકાલવર્તી અખંડ દ્રવ્ય છે. જ્યારે કાળ” ના વિષયમાં દાર્શનિકોમાં ઘણો જ મતમતાંતર ઉત્પન્ન થયેલો છે. કાળ” ને અખંડ દ્રવ્ય કહેતા ઘણા આચાર્યોએ સંકોચ અનુભવ્યો છે તેને લગભગ દ્રવ્ય તરીકે સ્વીકારવાનો પણ નિષેધ કર્યો છે. ત્યારે બીજી પરંપરા કાળને સ્વતંત્ર દ્રવ્ય માની તેનો ઉલ્લેખ કરે છે પરંતુ તે ખંડ ખંડ દ્રવ્ય છે અખંડ દ્રવ્ય નથી. અર્થાત્ સમયની પરંપરા છે. જેમ કોઈ વૃક્ષ ઉપર બેઠેલા હજારો પક્ષી એક એક કરીને ઉડી જાય છે. તે બન્ને પક્ષીઓ વચ્ચે કોઈ “લીંક નથી. તે રીતે કાળ દ્રવ્યોના અસંખ્ય કે અનંત સમય એક પછી એક પસાર થાય છે પરંતુ બે સમયનો પરસ્પર કોઈ સંબંધ નથી, તેવો સમય પ્રવાહ છે. જો કે આ કાળદ્રવ્યની કલ્પના એક દ્રવ્યને આશ્રિત છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આખુંય બૌદ્ધદર્શન પણ આ સમયની પરંપરાને જ સ્વીકાર કરીને સમગ્ર વિશ્વના અખંડ અસ્તિત્ત્વનો નિષેધ કરે છે. વાસનામય પરંપરાઓ એક પછી એક ચાલ્યા જ કરે છે અને તેમાંજ સમગ્ર ભાવો સમાયેલા છે. તેવું જણાવી વાસનામુકત બની સમગ્ર વિશ્વને ક્ષણિક સમજે તેની મુકિત થઈ જાય છે. આ છે કાળ દ્રવ્યની લીલા.
હવે આપણે મૂળ વિષય ઉપર આવીએ. કાળનું આંતર સ્વરૂપ : વસ્તુતઃ કાળના શું ભૂત, ભવિષ્ય કે વર્તમાન એવા ખંડ કરી શકાય
una manomenemalonauscando a S usana