________________
પ્રકરણ ૧ લું
અરે મિત્ર ! આ રત્ન તે જે, અંધકારમાં પ્રકાશ કરનારૂં આનું કાંતિયુક્ત તેજ કયાં? અને તારી ગ્લાની ક્યાં ? તારો ગ્લાની દૂર કર, તારી માતાને કુશલ છે. ફકત તારી પાસે એ શબ્દો લાવવા માટે મારી આ એક યુક્તિ હતી એમ સમજ. )
ભટ્ટર મુખથી માતાના કુશલ સમાચાર સાંભળી અવધુત હર્ષવાન થયે. સંસારીઓને માતા પિતાને સ્નેહ દુત્યાજ્ય હોય છે. જગતમાં પણ વિજોને તીર્થ, ધર્મ અને દેવના સંબંધમાં વિવાદ હોય છે છતાં માતાના ચરણની સેવામાં દરેક દર્શન સંમત હોય જ. ધર્મને વિષે જેમ દયા ઉત્તમ, ગુણેને વિષે દાન ગુણ ઉત્તમ, પૃથ્વી ઉપર જેમ મેઘ ઉપકારી ગણાય છે તેવી જ રીતે માતા એક તીર્થરૂપ ઉત્તમ જગવંઘ વિભૂતિ છે કહ્યું છે કે
गंगा स्नानेन यत्पुण्यं, नर्मदा दर्शनेन च तापी स्मरण मात्रण, तन्मातुः पादवंदनात् ॥१॥
ભાવાર્થ-ગંગામાં સ્નાન કરવાથી જે પુણ્ય થાય છે, નર્મદાના દર્શનથી જે પુણ્ય થાય છે તેમજ તાપીના
સ્મરણ માત્રથી જે પુણ્ય થાય છે તે પુણ્ય માતાના ચરણને વંદન કરવા માત્રથી થાય છે.
માતા ઉપર ભક્તિવાળા આ અવધુત રત્નને લઈને ખીણ પાસે આવી તે રત્નને ખીણમાં ફેંકી દીધું. અને બે -” અરે રેહણાચલ ? દીન, દુઃખી અને અથજનો પાસે આવાં દીનવચન બોલાવી તું રત્ન આપે છે તેથી તને ધિકકાર હે !'
રત્નને ખીણમાં ફેંકી દીધાથી ભટ્ટ ચકિત થઈ બેહશે! અરે મિત્ર? આ તે શું કર્યું? “મહા પ્રયાસે મેળવેલ