________________
--
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય જવાબમાં અવધુતે જવાબ આપે ભુદેવનું નામ ભટ્ટ માત્ર હતું. તેમણે અવધુતને કહ્યું, “કેમ એમ! એ શબ્દો બેલવામાં શી હરકત તમને છે ભાઈ?”
વાહ! એવા શબ્દો બોલવા એ તો કાયરનું કામ. અને એ શબ્દ બોલી રત્ન મેળવવું હોય તે મિત્ર! તું જ મેળવ દીન વાણી વડે એ રત્ન મેળવવાની મારી ઈચ્છા નથી. દીન શબ્દો બોલ્યા વગર રેહણાચલ રત્ન આપતો હેય, તે મારું કામ.”
અવધુતનાં વચન સાંભળી ભટ્ટ માત્ર મોન રહ્યો. મનમાં એક યુકિત શેાધી તેણે અવધુતની પાસે એ શબ્દો બોલાવવા જ એ નિશ્ચય કર્યો.
રહલાચલ પર્વત પાસે આવી ભટ્ટ માત્ર અવધુતને રત્ન મેળવવા આગ્રહ કર્યો. તેના આગ્રહને વશ થઈ અવધુત કહારને લઇ પર્વતની ખીણમાં ઉતર્યો. ત્યાં આવી તેણે કુઠાર ઉપાડી પર્વતની ખીણમાં ઘા કર્યો, પરંતુ દીન વચનનો ઉપચાર કર્યો નહી, તે દરમિયાન ભટ્ટે ઉપરથી કહ્યું. મિત્ર! ઉજન-અવંતીથી એક પુરૂષ તમને શેધત આવ્યો છે. તે કહે છે કે તમારાં માતાજીગગ્રસ્ત થઇને મૃત્યુ પામ્યાં.”
ભટ્ટના એ શબ્દો ખીણમાં રહેલા અવધુતે સાંભળ્યા. ને દુખપૂર્ણ નિઃશ્વાસ મુકી કપાળે હાથ ઠોકત “હા દેવ! હા દેવ! આ શું થયું?” એમ બોલ્ય.
તેટલામાં સવાલક્ષ મૂલ્યની કીમતનું એક રત્ન જ્યાં કઠારનો ઘા લાગ્યા હતા ત્યાંથી નિકળી પડયું. રત્નને જોતાં ભટ્ટ માત્ર ખીણમાં આવીને તે ઉપાડી લીધું ને મિત્રને શાંત કરતે ખીણમાંથી બહાર આવી આગળ ચાલ્યા.