________________
૨૪
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
(૫) જેમાં ૬૩ શલાકા પુરૂષ ગણાય છે. કયા કયા તીર્થકરના સમયમાં કર્યો ચકવતી અને કયું વાસુદેવાદિકનું ત્રિક, તેમનાં નામ, શ્રમ, માતા, પિતાદિક અને તેઓનાં આયુષ્ય વિગેરેની સમજુતી જુદા જુદા કઠાની કરીને બતાવી છે.
| (૬) તેની જ સાથમાં જેન–બૈદ્ધના અનુકરણ રૂપે કલ્પાયેલા વૈદિક મતના એકજ વિષ્ણુના ૨૪ અને ૧૦ મિસ્યાદિક અવતારોને વિચાર કરતાં પણ સમજુતીની સાથે અનેક પ્રમાણે પણ લખીને બતાવેલાં છે.
(૭) જેનોમાં–નાભિરાજ અને મરૂદેવી સાતમા યુગલ રૂપ કુલકર માંનાં હતાં. તેમનાથી શ્રી ઋષભદેવ આ અવસર્પિણીમાં પ્રથમ તીર્થંકર રૂપે ઉત્પન્ન થયા. તેમનાથી યુગલ ધર્મ બંધ થયો. પોતે ઉત્તમોત્તમ દેવમાંનાં ઉત્તમ ત્રણ જ્ઞાનયુક્ત જન્મેલા હોવાથી રાષભદેવે પ્રથમ બધાએ પ્રકારના વ્યવહાર જ્ઞાનનું મૂળ લેકોને શિખવ્યું. ત્યાર બાદ સાધુપણું અંગીકાર કરી કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું, ધર્માધમને માર્ગ બતાવી મોક્ષમાં ચાલ્યા ગયા.
(૮) વૈદિકમાં-“નાભિરાજાએ મેરૂ પર્વતની દીકરી મેરૂ દેવીની સાથે લગ્ન કર્યું, યજ્ઞને આરંભ કર્યો. વિષ્ણુ હાજર થયા. પુત્રની યાચના કરનાર, બ્રાહ્મણનું વચન પાળવા, વિષ્ણુ આઠમા અવતારરૂપે ત્રાષભદેવપણે જમ્યા. તેમનાથી અહનને નાસ્તિક ધર્મ પ્રવર્યો.”
અહીં થોડુક વિચારવાનું કે-પર્વતને દીકરી ના સંયોગથી? દીકરી –દેવી કેણ કહે છે? વ્યવહારની અને ધર્મની પ્રવૃત્તિજ ગાષભદેવના પછીથી જ થઈ છે તે પછી નાભિરાજાનું લગ્ન કેવું? તે વખતે યજ્ઞ ધર્મજ કે? અને યજ્ઞ કરવાવાળા બ્રાહ્મણે પણ કયાંથી? આ બધા લેખકેની ચાતુરીનું મૂલ્ય પણ કેટલું ?
હભુત શાહેબે–પિતાના જેનિઝમના પૃ. ૪૫૮ માં જણાવ્યું છે કેજિન-વિષ્ણુનો અવતાર મનાય છે. વિષ્ણુએ-ઇષભ-રૂપે અહંતુ શાસ્ત્ર પ્રગટ કર્યું. એમ પદ્વતંત્ર ૧-૧-૪૪ થી લખ્યું છે. ભાગવત પુરાણ -૩ થી અને ૧૧-૨ માં તેમજ વૈષ્ણવોના બીજા ગ્રંથમાં તેવીજ રીતે રાષભને વિષ્ણુના અવતાર માન્યા છે. તેમાં ત્રાષભના ચરિત વિષે જે કથા આપી છે તે જૈન કથા સાથે છેડેજ અંશે મળતી આવે છે. પણ અષભની કથા વિષ્ણવ ધર્મગ્રંથમાં આવે એજ હકીકત મહત્વની ગણાય.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org