Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
અધર્માસ્તિકાય (ચાલુ)
ધર્મ અને અધર્મ દ્રવ્ય ગમન તથા સ્થિતિનાં કા૨ણ છે, પણ આકાશ નથી. (પૃ. ૫૯૨)
— સંબંધિત શિર્ષક : પંચાસ્તિકાય
અધિષ્ઠાન
D ‘અધિષ્ઠાન’ એટલે જેમાંથી વસ્તુ ઉત્પન્ન થઇ, જેમાં તે સ્થિર રહી, અને જેમાં તે લય પામી તે. એ વ્યાખ્યાને અનુસરી ‘‘જગતનું અધિષ્ઠાન'' સમજશો. (પૃ. ૨૭૫)
જૈનની બાહ્યશૈલી જોતાં તો અમે તીર્થંકરને સંપૂર્ણજ્ઞાન હોય એમ કહેતાં બ્રાંતિમાં પડીએ છીએ. આનો અર્થ એવો છે કે જૈનની અંતશૈલી બીજી જોઇએ. કારણ કે ‘અધિષ્ઠાન' વગર આ જગતને વર્ણવ્યું છે, અને તે વર્ણન અનેક પ્રાણીઓ, વિચક્ષણ આચાર્યોને પણ ભ્રાંતિનું કારણ થયું છે. તથાપિ અમે અમારા અભિપ્રાય પ્રમાણે વિચારીએ છીએ, તો એમ લાગે છે કે તીર્થંકરદેવ તો જ્ઞાની આત્મા હોવા જોઇએ, પણ તે કાળ પરત્વે જગતનું રૂપ વર્ણવ્યું છે, અને લોકો સર્વકાળ એવું માની બેઠા છે, જેથી ભ્રાંતિમાં પડયા છે. ગમે તેમ હો, પણ આ કાળમાં જૈનમાં તીર્થંકરના માર્ગને જાણવાની આકાંક્ષાવાળો પ્રાણી થવો દુર્લભ સંભવે છે, કારણ કે ખરાબે ચઢેલું વહાણ, અને તે પણ જૂનું, એ ભયંકર છે. તેમ જ જૈનની કથની ઘસાઇ જઇ, ‘અધિષ્ઠાન’ વિષયની ભ્રાંતિરૂપ ખરાબે તે વહાણ ચઢયું છે, જેથી સુખરૂપ થવું સંભવે નહીં. આ અમારી વાત પ્રત્યક્ષપણે દેખાશે.
તીર્થંકરદેવના સંબંધમાં અમને વારંવાર વિચાર રહ્યા કરે છે કે તેમણે ‘અધિષ્ઠાન’ વગર આ જગત વર્ણવ્યું છે, તેનું શું કારણ ? શું તેને ‘અધિષ્ઠાન'નું જ્ઞાન નહીં થયું હોય ? અથવા ‘અધિષ્ઠાન' નહીં ? જ હોય ? અથવા કોઇ ઉદ્દેશે છુપાવ્યું હશે ? અથવા કથન ભેદે પરંપરાએ નહીં સમજાયાથી ‘અધિષ્ઠાન’ વિષેનું કથન લય પામ્યું હશે ? આ વિચાર થયા કરે છે. જોકે તીર્થંકરને અમે મોટા પુરુષ માનીએ છીએ, તેને નમસ્કાર કરીએ છીએ, તેના અપૂર્વ ગુણ ૫૨ અમારી પરમ ભક્તિ છે, અને તેથી અમે ધારીએ છીએ કે ‘અધિષ્ઠાન’ તો તેમણે જાણેલું, પણ લોકોએ પરંપરાએ માર્ગની ભૂલથી લય કરી નાખ્યું.
જગતનું કોઇ ‘અધિષ્ઠાન' હોવું જોઇએ, એમ ઘણાખરા મહાત્માઓનું કથન છે. અને અમે પણ એમ જ કહીએ છીએ કે ‘અધિષ્ઠાન' છે. અને તે ‘અધિષ્ઠાન' તે દિર ભગવાન છે. જેને ફરી ફરી દયદેશમાં જોઇએ છીએ.
‘અધિષ્ઠાન’ વિષે તેમજ ઉપલાં કથન વિષે સમાગમે અધિક સત્કથા થશે. લેખમાં તેવી આવી શકશે નહીં. (પૃ. ૨૭૩-૪)
જીવ એક પણ છે અને અનેક પણ છે. અધિષ્ઠાનથી એક છે. જીવરૂપે અનેક છે. (પૃ. ૨૭૪) | અધીરજ
D માકુભાઇ વગેરેને જે ઉપાધિ કાર્ય કરવા વિષે અધીરજથી, આર્ત્ત જેવાં પરિણામથી, પરની આજીવિકાનો ભંગ થાય છે તે જાણ્યા છતાં, રાજકાજમાં અલ્પ કારણમાં વિશેષ સંબંધ ક૨વા યોગ્ય નહીં તે થાય એવું કારણ છતાં, જેમાં તુચ્છ એવા દ્રવ્યાદિનો પણ વિશેષ લાભ નથી છતાં તે માટે ફરી ફરી લખવાનું થાય છે તે શું યોગ્ય છે ? તેવા વિકલ્પને તમ (શ્રી સૌભાગ્યભાઇ) જેવા પુરુષ મોળો નહીં પાડી શકે, તો આ દુષમકાળમાં કોણ સમજીને શમાઇ રહેશે ?