Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
અજ્ઞાની (ચાલુ)
બતાવ્યું.)(પૃ. ૭૩૦)
સમ્યક્ત્વ ન પ્રગટે ત્યાં સુધી મિથ્યાત્વ; અને મિશ્રગુણસ્થાનકનો નાશ થાય ત્યારે સમ્યક્ત્વ કહેવાય. અજ્ઞાનીઓ બધા પહેલા ગુણસ્થાનકે છે. (પૃ. ૭૦૫)
બાલ અને અજ્ઞાની જીવો નાની નાની બાબતોમાં ભેદ પાડે છે. ચાંલ્લા અને મુખપટ્ટી વગેરેના આગ્રહમાં કલ્યાણ નથી. અજ્ઞાનીને મતભેદ કરતાં વાર લાગતી નથી. (પૃ.૭૦૮)
અજ્ઞાની ખોટાને સાચું નામ આપી વાડા બંધાવે છે. (પૃ. ૭૩૧)
વાડામાં કલ્યાણ નથી; અજ્ઞાનીના વાડા હોય. કુંઢિયા શું ? તપા શું ? મૂર્તિ માને નહીં ને મુમતિ બાંધે તે હૂંઢિયા; મૂર્તિ માને ને મુમતિ ન બાંધે તે તપા; એમ તે કંઇ ધર્મ હોય ! એ તો લોઢું પોતે તરે નહીં, અને બીજાને તારે નહીં તેમ.
મુમતિ આદિનો આગ્રહ મૂકી દેવો. (પૃ. ૭૩૦)
ગૃહસ્થાવાસમાં હોય એવા પરમજ્ઞાની માર્ગ ચલાવે નહીં - માર્ગ ચલાવવાની રીતે માર્ગ ચલાવે નહીં; પોતે અવિરત રહી વ્રત અદરાવે નહીં; પણ અજ્ઞાની એમ કરે. માટે ધોરી માર્ગનું ઉલ્લંઘન થાય. કેમકે તેમ કરવાથી ઘણાં કારણોમાં વિરોધ આવે.
અજ્ઞાનીનો સકામ ઉપદેશ હોય છે; જે સંસારફળનું કારણ છે. તે રુચિકર, રાગપોષક ને સંસારફળ દેનાર હોવાથી લોકોને પ્રિય લાગે છે અને તેથી જગતમાં અજ્ઞાનીનો માર્ગ વધારે ચાલે છે.
જ્ઞાનીને મિથ્યાત્વભાવનો ક્ષય થયો છે; અહંભાવ મટી ગયો છે; માટે અમૂલ્ય વચનો નીકળે. બાળજીવોને જ્ઞાની અજ્ઞાનીનું ઓળખાણ હોય નહીં. (પૃ. ૭૦૭) -
વીતરાગ જે વચન કહેતાં ડર્યા છે તે અજ્ઞાની સ્વચ્છંદે કરી કહે છે; તો તે કેમ છૂટશે ? (પૃ. ૭૧૯)
D પોતે ત્યાગ કરી શકે નહીં, અને બહાનાં કાઢે કે મારે અંતરાયો ઘણા છે. ધર્મનો પ્રસંગ આવે ત્યારે ‘ઉદય’ છે એમ કહે. ‘ઉદય ઉદય' કહ્યા કરે, પણ કાંઇ કૂવામાં પડતો નથી. ગાડામાં બેઠો હોય, અને ઘાંચ આવે તો સાચવી સંભાળીને ચાલે. તે વખતે ઉદય ભૂલી જાય. અર્થાત્ પોતાની શિથિલતા હોય તેને બદલે ઉદયનો દોષ કાઢે છે, એમ અજ્ઞાનીની વર્તના છે. (પૃ. ૭૦૭)
.
અજ્ઞાની જીવ સંગ ત્યાગીને પણ તે દોષ, સ્ત્રીઆદિના છોડી શકતો નથી. (પૃ. ૭૩૦)
D શરીરને વ્યાધિ થવાથી જેને વ્યાકુળપણું થાય છે, અને જેનું કલ્પના માત્ર જ્ઞાન છે તે પોલું અધ્યાત્મજ્ઞાન માનવું. આવા કલ્પિત જ્ઞાની તે પોલા જ્ઞાનને અધ્યાત્મજ્ઞાન માની અનાચાર સેવી બહુ જ રખડે છે. જો શાસ્ત્રનું ફળ ! (પૃ. ૭૩૨)
રોગ જાણે, રોગની દવા જાણે, ચરી જાણે, પથ્ય જાણે અને તે પ્રમાણે ઉપાય કરે તો રોગ મટે. રોગ જાણ્યા વગર અજ્ઞાની જે ઉપાય કરે તેથી રોગ વધે. પથ્ય પાળે ને દવા કરે નહીં, તો રોગ કેમ મટે ? ન મટે. તો આ તો રોગે કાંઇ, ને દવાય કાંઇ ! (પૃ. ૭૩૨-૩)
જ્ઞાનમાં સવળું ભાસે; અવળું ન ભાસે. જ્ઞાની મોહને પેસવા દેતા નથી. તેઓનો જાગૃત ઉપયોગ હોય છે. જ્ઞાનીનાં જેવાં પરિણામ વર્તે તેવું કાર્ય જ્ઞાનીને થાય, અજ્ઞાનીને વર્તે તેવું અજ્ઞાનીને થાય. જ્ઞાનીનું ચાલવું સવળું, બોલવું સવળું, અને બધું જ સવળું જ હોય છે. અજ્ઞાનીનું બધું અવળું જ હોય છે; વર્તનના વિકલ્પ હોય છે. (પૃ. ૬૯૯)