Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
અધર્માસ્તિકાય
D શ્રી આચારાંગસૂત્ર મધ્યે કહ્યું છે કે ‘આસ્રવા તે પરિગ્નવા,’ ને જે ‘પરિસવા તે આસ્રવા.' આસ્રવ છે તે જ્ઞાનીને મોક્ષના હેતુ થાય છે. અને જે સંવર છે, છતાં તે અજ્ઞાનીને બંધના હેતુ થાય છે એમ પ્રગટ કહ્યું છે. તેનું કારણ જ્ઞાનીને વિષે ઉપયોગની જાગૃતિ છે; અને અજ્ઞાનીને વિષે નથી. (પૃ. ૬૯૮)
૫
અનાથદાસજીએ કહ્યું છે કે, ‘એક અજ્ઞાનીના કોટિ અભિપ્રાયો છે, અને કોટિ જ્ઞાનીનો એક અભિપ્રાય છે.' (પૃ. ૬૯૦)
D સંબંધિત શિર્ષકો : અસદ્ગુરુ, કુગુરુ, મિથ્યાત્વી, શુષ્કજ્ઞાની
અદત્ત
તીર્થંકરે આજ્ઞા ન આપી હોય અને જીવ પોતાના સિવાય પ૨વસ્તુનું જે કાંઇ ગ્રહણ કરે તે પાકું લીધેલું, ને તે અદત્ત ગણાય. તે અદત્તમાંથી તીર્થંકરે પરવસ્તુ જેટલી ગ્રહણ કરવાની છૂટ આપી છે, તેટલાને અદત્ત ગણવામાં નથી આવતું.
ગુરુની આજ્ઞા પ્રમાણે કરેલા વર્તનના સંબંધે અદત્ત ગણવામાં આવતું નથી. (પૃ. ૭૫૫)
અધમાધમપુરુષનાં લક્ષણ
D સાચા પુરુષને દેખી તેને રોષ ઉત્પન્ન થાય; તેનાં સાચાં વચન સાંભળી નિંદા કરે; ખોટી બુદ્ધિવાળા સાચી બુદ્ધિવાળાને દેખી રોષ કરે; સરળને મૂર્ખ કહે; વિનય કરે તેને ધનના ખુશામતિયા કહે; પાંચ ઇન્દ્રિયો વશ કરી હોય તેને ભાગ્યહીન કહે; સાચા ગુણવાળાને દેખી રોષ કરે; સ્ત્રીપુરુષનાં સુખમાં લયલીન, આવા જીવો માઠી ગતિને પ્રાપ્ત થાય.
જીવ કર્મને લઇને, પોતાનાં સ્વરૂપજ્ઞાનથી અંધ છે; તેને જ્ઞાનની ખબર નથી. (પૃ. ૭૨૮) | અધર્માસ્તિકાય
જેમ ધર્માસ્તિકાય દ્રવ્ય છે તેમ અધર્માસ્તિકાય પણ છે એમ જાણો. સ્થિતિક્રિયાયુક્ત જીવ, પુદ્ગલને તે પૃથ્વીની પેઠે કારણભૂત છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને લીધે લોક અલોકનો વિભાગ થાય છે. એ ધર્મ અને અધર્મ દ્રવ્ય પોતપોતાના પ્રદેશથી કરીને જુદાં જુદાં છે. પોતે હલનચલન ક્રિયાથી રહિત છે; અને લોકપ્રમાણ છે. (પૃ. ૫૯૧)
D ‘અધર્મદ્રવ્ય’ એક છે. તે પણ અસંખ્યાતપ્રદેશપ્રમાણ લોકવ્યાપક છે. (પૃ. ૫૦૯)
D ધર્મ, અધર્મ અને (લોક) આકાશ અપૃથભૂત (એકક્ષેત્રાવગાહી) અને સરખાં પરિમાણવાળાં છે. નિશ્ચયથી ત્રણે દ્રવ્યની પૃથક ઉપલબ્ધિ છે; પોતપોતાની સત્તાથી રહ્યાં છે. એમ એકતા અનેકતા છે.
આકાશ, કાળ, જીવ, ધર્મ અને અધર્મ એ દ્રવ્યો મૂર્તતારહિત છે, અને પુદ્ગલદ્રવ્ય મૂત્ત છે. તેમાં જીવ દ્રવ્ય ચેતન છે. (પૃ. ૫૯૨)
D ધર્મ, અધર્મ દ્રવ્યના વ્યાપકપણા પર્યંત જ જીવ અને પુદ્ગલની ગતિ, સ્થિતિ છે; અને તેથી લોકમર્યાદા ઉત્પન્ન થાય છે. (પૃ. ૫૦૯)
D જો ગમન અને સ્થિતિનું કારણ આકાશ હોત તો ધર્મ અને અધર્મદ્રવ્યના અભાવને લીધે સિદ્ધ ભગવાનનું અલોકમાં પણ ગમન હોત. (પૃ. ૫૯૧)