________________
શાંતસુધારસ ભાવના કરતા નથી પરંતુ તે ભાવનાઓના શબ્દો દ્વારા તેના રહસ્યને સ્પર્શે તેવા તત્ત્વનું સંવેદન કરાવે તે પ્રકારે ઉપયુક્ત થઈને ભાવનાઓ કરે છે. આવા મહાત્માઓનો આત્મા તે ભાવનાથી તે પ્રકારે વાસિત થાય છે કે જેથી તે ભાવનાઓના નિયંત્રણ નીચે સહજ ઉચિત પ્રવૃત્તિ થઈ શકે. જેમ કોઈ મહાત્મા અશરણભાવનાથી ભાવિત થયેલ હોય તો પોતાની કર્મને પરવશ અશરણ અવસ્થા સદા સ્પષ્ટ તેમને દેખાતી હોય છે તેથી તે અશરણ અવસ્થામાં શરણભૂત એવા જિનવચનને અવલંબીને સદા પોતાના આત્માના રક્ષણ માટે તે સદા ઉદ્યમ કરે છે તેથી સ્થિરભાવરૂપે તેના આત્મામાં સુંદર ભાવનારૂપી સુરલતા પ્રગટે છે. આ સુરલતા લોકોત્તર પ્રશમસુખરૂપી ફલની પ્રસૂતિનો હેતુ છે અર્થાતુ લોકમાં જેઓની પ્રકૃતિ શાંત હોય, અત્યંત ક્લેશપ્રિય ન હોય અને ઉચિત રીતે સર્વ સાથે વ્યવહાર કરતા હોય તેવા ગૃહસ્થોમાં જે કષાયની અલ્પતા છે, તે લૌકિક પ્રશમ સુખ છે અને જેઓનું ચિત્ત સદા તત્ત્વથી વાસિત રહે છે, અને તેના કારણે સ્વભૂમિકાનાં સર્વ ધર્મઅનુષ્ઠાનો અત્યંત વિધિપૂર્વક કરી શકે છે, એવા જીવોમાં લોકોત્તર પ્રશમ સુખ વર્તે છે. આથી જ આવા લોકોત્તર પ્રશમ સુખવાળા શ્રાવક જિનભક્તિકાળમાં અસ્મલિત જિનવચનાનુસાર ઉચિત ભાવોને કરીને અમૃત અનુષ્ઠાન કરી શકે છે. તે અમૃત અનુષ્ઠાનના બીજભૂત લોકોત્તર પ્રશમ સુખ તેઓમાં વર્તે છે. તેવા પ્રશમ સુખના ફલની નિષ્પત્તિના હેતુભૂત સદ્ભાવનાની સુરલતા તે મહાત્માઓ માટે દૂર નથી. જે મહાત્માઓ ઉત્તમ આશયપૂર્વક પ્રસ્તુત ભાવનાઓનો આશય કરે છે. કાા અવતરણિકા :
શ્લોક-૫માં કહ્યું કે કરાયેલી ભાવનાઓથી પણ કેવા માનસમાં શમરૂપી અંકુરો થતો નથી. શ્લોક-૬માં કહ્યું કે કેવા ઉત્તમ આશયવાળા જીવો ભાવના કરે તો તેઓને ક્રમસર લોકોત્તર પ્રશમ સુખની પ્રાપ્તિ થાય છે. હવે તે લોકોત્તર પ્રશમ સુખના હેતુ એવી બાર ભાવનાઓને નામ માત્રથી બતાવે છે. જેથી તે ભાવતાઓનાં નામ સાંભળીને પણ કલ્યાણના અર્થી જીવને તે ભાવના પ્રત્યે પક્ષપાતરૂપ રાગનો પરિણામ થાય છે – શ્લોક :__ अनित्यत्वाऽशरणते, भवमेकत्वमन्यताम् ।
अशौचमाश्रवं चात्मन् !, संवरं परिभावय ।।७।। कर्मणो निर्जरां धर्मसूक्ततां लोकपद्धतिम् ।
बोधिदुर्लभतामेतां, भावयन् मुच्यसे भवात् ।।८।। શ્લોકાર્ચ -
હે આત્મન્ ! તું અનિત્યત્વને, અશરણતાને, ભવને=ભવભાવનાને, એકત્વને, અન્યતાને, અશૌચને, આશ્રવને, સંવરને, કર્મોની નિર્જરાને, ધર્મની સૂક્તતાને દસ પ્રકારના યતિધર્મના