________________
૩૭
૩. સંસારભાવના | શ્લોક-૨-૩ અધ્યવસાયો કરી સદા ક્લેશ અનુભવે છે અને તેને પરવશ વર્તમાનના ભવમાં પણ અનેક યાતનાઓ ભોગવે છે. જન્માંતરમાં પણ દુર્ગતિઓમાં જઈને ઘણા ક્લેશને પ્રાપ્ત કરે છે. તેથી સંસારમાં આ અરતિની વિરતિ=અંતરંગ સંક્લેશની વિરતિ, કેવી રીતે પ્રાપ્ત થાય અર્થાત્ પ્રાપ્ત થઈ શકે નહીં, માટે સુખના અર્થી જીવે સંસારના વાસ્તવિક સ્વરૂપનું ભાવન કરીને સદા સ્વભૂમિકાનુસાર વિતરાગના વચનથી આત્માને ભાવિત કરવો જોઈએ અને વીતરાગના વચનાનુસાર મન-વચન-કાયાની સર્વ પ્રવૃત્તિઓ કરવી જોઈએ. જેથી અંતરંગ ચિત્તનો સંક્લેશ ક્ષીણ, ક્ષીણતર થાય જેના ફળરૂપે મહાક્લેશરૂપ આ સંસારનો શીધ્ર અંત થાય. આશા શ્લોક :
सहित्वा सन्तापानशुचिजननीकुक्षिकुहरे, ततो जन्म प्राप्य, प्रचुरतरकष्टक्रमहतः । सुखाभासैर्यावत्, स्पृशति कथमप्यतिविरतिं,
जरा तावत् कायं कवलयति मृत्योः सहचरी ।।३।। શ્લોકાર્ચ -
અશુચિવાળી માતાની કુક્ષિરૂપ ગુફામાં સંતાપોને સહન કરીને ત્યાર પછી જન્મને પામીને પ્રયુરતર કષ્ટના ક્રમથી હણાયેલો એવો જીવ જન્મ પછી જીવનવ્યવસ્થામાં ઘણા કષ્ટના ક્રમથી હણાયેલો જીવ, સુખાભાસ વડે કંઈક ઈચ્છાની પૂર્તિ થવાથી સુખોનો ભાસ થાય એવા સુખાભાસથી, કોઈ વખતે પીડાની શાંતિને જ્યાં સુધી સ્પર્શે છે ત્યાંસુધી મૃત્યુની સહચરી એવી જરા કાયાને કવલ કોળિયો, કરી દે છે. III.
ભાવાર્થ :
- મનુષ્યભવમાં અનુભવાતા સ્વરૂપને જ અતિ સ્પષ્ટ કરવા અર્થે કહે છે કે સંસારીજીવો માતાની અશુચિમાં કુક્ષિમાં સંતાપ સહન કરીને ગર્ભનો કાળ પસાર કરીને જન્મ પ્રાપ્ત કરે છે. જન્મ પામીને પણ બાલ્યકાળથી જ દેહના સાંયોગિક પદાર્થના ઉપદ્રવથી તેનું જીવન હણાયેલું છે, પણ કોઈક પુણ્યના સહકારથી અનુકૂળ સામગ્રી મળે છે ત્યારે સુખનો આભાસ કરાવે એવી સામગ્રીના બળથી કંઈક પીડાને શાંત કરે ત્યાં જરા=વૃદ્ધાવસ્થા આવી જાય છે.
સંસારનું આવું અસાર સ્વરૂપ હોવા છતાં અને પ્રત્યક્ષથી તે સ્વરૂપ દેખાવા છતાં જીવ વિચાર્યા વગર મૂઢની જેમ મનુષ્યભવને નિષ્ફળ કરે છે. તેના વારણ માટે મહાત્મા સંસારના તે સ્વરૂપનું ભાવન કરીને સંસારથી પર થવા માટે સ્વવીર્યને ફોરવી ક્રમસર સંસારની કદર્થનાથી મુક્ત થવા યત્ન કરે છે.
અહીં કહ્યું કે સુખાભાસો વડે કરીને કંઈક અરતિની વિરતિ પ્રાપ્ત કરે છે. એનાથી એ પ્રાપ્ત થાય કે મોહવાસિત જીવો સતત મોહથી સંતપ્ત હોય છે. મોહથી સંતપ્ત હોવાને કારણે બાહ્ય પદાર્થોને મેળવવાની