________________
૧૪૮
શાંતસુધારસ નિગોદમાં દુર્લભ છે તો બોધિની પ્રાપ્તિ તો કેવી રીતે થઈ શકે ? બોધિની પ્રાપ્તિ વગર સંસારની આ કદર્થનાનો અંત કેવી રીતે થઈ શકે ? માટે આત્માએ સતત ભાવન કરવું જોઈએ કે બોધિની પ્રાપ્તિ અતિ દુર્લભ છે અને જો હું સમ્યગુ યત્ન નહીં કરું તો ફરી નિગોદમાં જવાનો પ્રસંગ આવશે જ્યાંથી બહાર નીકળવા અનુકૂળ પરિણામની શુદ્ધિ પણ દુર્લભ થશે. માટે દુર્લભ એવા બોધિની પ્રાપ્તિ કર્યા પછી મારે તેના રક્ષણ માટે સતત જાગ્રત રહેવું જોઈએ અને કોઈક રીતે બોધિ પ્રાપ્ત ન થયું હોય તો પણ વારંવાર તેની પ્રાપ્તિના ઉપાયનું સેવન કરીને તેને પ્રાપ્ત કરવા માટે સમ્યમ્ યત્ન કરવો જોઈએ. llણા શ્લોક :
ततो निर्गतानामपि स्थावरत्वं, त्रसत्वं पुनर्दुर्लभं देहभाजाम् ।
त्रसत्वेऽपि पञ्चाक्षपर्याप्तसंजिस्थिरायुष्यवद् दुर्लभं मानुषत्वम् ।।३।। શ્લોકાર્ચ -
વળી, ત્યાંથી નિગોદથી, નિર્ગત પણ દેહધારી જીવોને સ્થાવરપણું-નિગોદથી અન્ય સ્થાવરપણું અને બસપણું દુર્લભ છે. મસાણામાં પણ પંચેન્દ્રિય પર્યાપ્ત એવા સંજ્ઞીનું, સ્થિર આયુષ્યવાળું મનુષ્યપણું દુર્લભ છે. ll3II ભાવાર્થ
સંસારમાં ભટકતા જીવને ભગવાનના વચનાનુસાર તત્ત્વની રુચિ અત્યંત દુર્લભ છે તેવું ભાવન કરવા અર્થે મહાત્મા વિચારે છે – અનંત-અનંત જુગલપરાવર્તન સુધી સર્વ જીવો નિગોદમાં રહેલા હોય છે. ત્યાંથી કોઈક રીતે નીકળીને વ્યવહારરાશિમાં આવેલા જીવોને અનાભોગ આદિથી કાંઈક શુભઅધ્યવસાય થાય ત્યારે તેઓ પૃથ્વીકાય આદિ અન્ય સ્થાવરને અનુકૂળ આયુષ્યબંધ કરે છે અને તે ભાવોમાં અતિ નષ્ટપ્રાયઃ ચેતના હોય છે, મૂઢતા આપાદક કર્મો પ્રચુર હોય છે, તેથી ફરી-ફરી તે જીવો સ્થાવરને અનુકૂળ અધ્યવસાયો કરીને અનંતો કાળ પૃથ્વી, પાણી આદિ ભાવોમાં જ ફર્યા કરે છે. આ રીતે ભટકતાં-ભટકતાં કર્મની કંઈક નિર્જરા થવાથી કોઈક જીવને, કોઈક વખતે, અનાભોગથી કંઈક શુભઅધ્યવસાય થાય છે, જેના બળથી તે જીવ સ્થાવરભાવમાંથી નીકળી ત્રસભાવને પામે છે. ત્રસભાવમાં પણ બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિયના ઉત્તરોત્તર ભાવને અનુકૂળ કંઈક શુભઅધ્યવસાય તે જીવને થાય છે ત્યારે તે જીવ બેઇન્દ્રિય આદિ ક્રમથી ચઉરિદ્રિય ભાવ સધી ઘણા કાળે આવે છે. વળી, તે ત્રસપણામાં પણ ફરી મૂઢતા આદિની પ્રાપ્તિ થાય તો તે જીવ ફરી-ફરી સ્થાવરભાવને પ્રાપ્ત કરે છે અને ઘણો સમય સ્થાવરભાવમાં ફરીને ઘણી મુશ્કેલીથી બેન્દ્રિય આદિના ક્રમથી પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરે છે. ત્યાં પણ ક્લિષ્ટ ભાવોને કરી નરક આદિમાં ફર્યા કરે છે. આ રીતે તે તે ભવોમાં પંચેન્દ્રિયપણું દુર્લભ છે. હવે પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કર્યા પછી પણ પર્યાપ્ત સંજ્ઞીપણું દુર્લભ છે અને તેમાં પણ સ્થિર આયુષ્યવાળું મનુષ્યપણું દુર્લભ છે. તેથી બોધિની પ્રાપ્તિનું પ્રબળ અંગ બને તેવું મનુષ્યપણું તો દૂર રહો પરંતુ સામાન્ય મનુષ્યપણું પણ અતિ દુર્લભ છે અને