________________
૨૧૨
શાંતધારસ
શ્લોક :परिहर परचिन्तापरिवारं, चिन्तय निजमविकारं रे ।
वदति कोऽपि चिनोति करीरं, चिनुतेऽन्यः सहकारं रे ।।अनु० २।। શ્લોકાર્ચ -
પરચિંતાના પરિવારને અન્ય જીવોની પ્રકૃતિના વિચારણાના સમુદાયને, હે આત્મન્ ! તું પરિહાર કર, પોતાના અવિકાર સ્વરૂપનું તું ચિંતવન કર જગત પ્રત્યેના ઉદાસીનભાવ સ્વરૂપ તારા અવિકાર સ્વરૂપનું ચિંતવન કર. કોઈક બોલે છે શ્લોકના પૂર્વાર્ધમાં કહ્યું છે તે પ્રમાણે કોઈક બોલે છે પરંતુ કરીને-કચરાને એકઠા કરે છે અર્થાત્ ઔદાસીવ્યભાવને અભિમખ અંતરંગભાવને કર્યા વગર શબ્દથી બોલે છે. અંતરંગ તો સંશ્લેષના ભાવને સ્થિર કરે છે, વળી અન્ય સહકારને વિસ્તારે છે શ્લોકના પૂર્વાર્ધમાં કહ્યું એ પ્રમાણે ભાવન કરીને તતદ્ભાવોથી આત્માને પરિણમન પમાડીને આમ્રફળ તુલ્ય ઉત્તમભાવોને વિસ્તારે છે. શા
ભાવાર્થ :
વળી, આત્મામાં મધ્યસ્થભાવનાને સ્થિર કરવા અર્થે મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે કે પરચિંતાના પરિવારનો તું પરિહાર કર=પોતાનાથી ભિન્ન એવા જીવોના વિષયક કે પોતાનાથી ભિન્ન એવા પુદ્ગલો વિષયક વિચારણાના સમુદાયરૂપ પ્રવાહનો તું પરિહાર કર. આ પ્રમાણે આત્માને સંબોધીને પોતાનાથી ભિન્ન તેવા અન્ય જીવોની તે તે પ્રકારની પ્રકૃતિને આશ્રયીને અનાભોગથી પણ કે સહસાત્કારથી પણ પોતાને જે કાંઈ રુચિ-અરુચિના ભાવો થાય છે તેનું સૂક્ષ્મ અવલોકન કરીને તેનાથી પોતાના આત્માનું રક્ષણ થાય તે પ્રકારના દઢ ઉપયોગપૂર્વક આત્માને તે ભાવોથી નિવર્તન કરવા માટે મહાત્મા યત્ન કરે છે.
વળી, મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે કે તારું અવિકાર સ્વરૂપ છે તેનું તું ચિંતવન કર. આ પ્રકારે આત્માને સંબોધીને મહાત્મા પોતાની સૂક્ષ્મ પ્રજ્ઞાથી પરસ્પર પદાર્થોના ભાવો એકબીજામાં સંક્રમણ પામતા નથી પરંતુ પર પદાર્થોના ભાવોને જોઈને જીવ જ સ્વવિકલ્પથી તે તે પ્રકારની બુદ્ધિ કરીને પરિતાપને પામે છે અને પોતાના અસંશ્લેષ સ્વભાવરૂપ અવિકારભાવને જોતો નથી તેથી જ બાહ્ય પદાર્થોને આશ્રયીને વિકલ્પો કરે છે માટે હે આત્મન્ ! તું બાહ્ય પદાર્થોને અવલંબીને કરાતા વિકલ્પોનો ત્યાગ કરી અને બાહ્ય પદાર્થોના વિકારને નહિ સ્પર્શનારા પોતાના અધિકારી સ્વરૂપનું સૂક્ષ્મ ચિંતવન કર, જેથી તારા આત્મામાં બાહ્ય પદાર્થો પ્રત્યે મધ્યસ્થભાવ પ્રગટ થાય અને તારા અવિકારી સ્વરૂપ પ્રત્યે પક્ષપાતનો ભાવ પ્રગટ થાય તેવો તું યત્ન કર.
વળી, પોતાનો યત્ન માત્ર સ્થૂલ શબ્દથી ન થાય પણ પરચિંતાના પરિવારના પરિહારનો યત્ન અને પોતાના અધિકાર સ્વરૂપ ચિંતવનનો યત્ન પારમાર્થિક બને તે માટે મહાત્મા આત્માને સંબોધીને કહે છે. કેટલાક જીવો શબ્દોથી પોતાના આત્માને કહે છે કે પરચિંતાના પરિવારનો તું ત્યાગ કર. અને પોતાના