________________
૧૬. માધ્યસ્થ્યભાવના-ગીત | શ્લોક-૫-૬
શ્લોકાર્થ ઃ
પોતપોતાની ગતિને અનુસાર મનના પરિણામને તું કેમ જોતો નથી ? અર્થાત્ હે આત્મન્ ! તારે તેના મનના પરિણામ જોવા જોઈએ. જે જીવ વડે જે પ્રમાણે થવા યોગ્ય છે=આગામી ગતિમાં થવા યોગ્ય છે, તે તારા વડે દુર્વાર છે=વારી શકાય તેમ નથી. I[૫]
ભાવાર્થ ઃ
૨૧૫
વળી મહાત્મા ઉત્સૂત્ર ભાષણ બોલતા અન્યને જોઈને તેઓ પ્રત્યે પોતાના હૈયામાં દ્વેષ ન થાય તે અર્થે પોતાના આત્માને અનુશાસન આપતાં કહે છે – દરેક જીવોને પોતપોતાની આગામી ભવપરંપરાની પ્રાપ્તિ અનુસાર જ મનના પરિણામ થાય છે તેને તું કેમ જોતો નથી ? વસ્તુતઃ માર્ગાનુસા૨ી મતિથી તારે વિચારવું જોઈએ કે અપ્રજ્ઞાપનીય પરિણામવાળા ઉત્સૂત્ર બોલનારા જીવોની આગામી ભવપરંપરા ખરાબ છે તેથી તેમને તેને અનુરૂપ મનના પરિણામ થાય છે. આ મનના પરિણામને કારણે તેઓ ઉત્સૂત્રનું ભાષણ કરે છે તે તારે જોવું જોઈએ અને વિચારવું જોઈએ કે જે જીવોને આગામી ખરાબ ગતિમાં જવાનું હોય તે જીવોને તે જ પ્રકારે મનનો પરિણામ કરવો પડે અને તો જ તે પરિણામને અનુરૂપ આગામી ખરાબ ગતિમાં તેઓ જઈ શકે. જ્યારે તે જીવોમાં આગામી ખરાબ ગતિમાં લઈ જનાર મનના પરિણામને ઉદ્રેક કરે તેવાં કર્મો વિપાકમાં હોય ત્યારે તેઓનું વારણ તારા વડે થઈ શકે તેમ નથી. તેથી તું ઉત્સૂત્ર ભાષણ કરનારા જીવો પ્રત્યે દ્વેષનો પરિણામ ન કર પરંતુ ઉપેક્ષાનો ભાવ થાય તે પ્રકારે તારા પોતાના આત્માને ભાવિત કર. III
શ્લોક ઃ
रमय हृदा हृदयङ्गमसमतां, संवृणु मायाजालं रे ।
वृथा वहसि पुद्गलपरवशतामायुः परिमितकालं रे ।। अनु० ६ ।।
શ્લોકાર્થ ઃ
હૃદયથી હૃદયંગમ સમતાને=હૈયાને રમ્ય લાગે તેવી ઉત્તમ સમતાને, તું રમાડ. માયાજાળને સંવૃત કર. આયુષ્ય પરિમિતકાલવાળું છે. તેથી પુદ્ગલની પરવશતાને તું વૃથા વહન કરે છે. IIII ભાવાર્થ:
આત્માને જગતના સર્વભાવો પ્રત્યે મધ્યસ્થ પરિણામવાળો કરવા અર્થે મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે – હે આત્મન્ ! તું હૈયાને અત્યંત મનોહર લાગે તેવી સમતાને ચિત્તમાં ૨માડ અર્થાત્ હે આત્મન્ ! તું સુખ-દુઃખ, શત્રુ-મિત્ર, જીવન-મૃત્યુ વગેરે સર્વભાવો પ્રત્યે સમાન પરિણામ થાય પ્રકારના સમતાના સ્વરૂપને સ્મૃતિમાં લાવીને તે સમતા પ્રત્યેનો રાગભાવ દૃઢ-દઢતર ઉલ્લસિત થાય તે પ્રકારના ચિત્તને નિષ્પન્ન કરવા યત્ન કર. વળી, સ્વભાવથી જ જીવને બાહ્ય પદાર્થો પ્રત્યે માયાનો=મમતાનો, પરિણામ વર્તે છે તે મમતાના સ્વરૂપને સ્મરણમાં લાવીને તેનાથી ચિત્ત નિવર્તન પામે તે પ્રકારે તું ચિત્તને સંવૃત કર; કેમ કે આયુષ્ય પરિમિતકાળવાળું છે અને તે કાળમાં જો તું આત્માની અત્યંત હિતકર એવી