________________
૨૨૦
શાંતસુધારણા શ્લોકાર્ધ :
જેના મહિમાથી=અત્યંત દઢ પ્રણિધાનપૂર્વક સુસ્થિર કરાયેલી સોળ ભાવનાઓના મહિમાથી, થોડી પણ દુર્ગાનરૂપી ભૂતની પીડાપ્રભવ પામતી નથી. કોઈક અઢંઢના સૌષ્યની સ્ફાતિ=ચિત્તમાં ચાલતા રતિ અરતિ આદિના ભાવોરૂપ જે ઢંઢ તેના અભાવરૂપ જે અઢંઢનું સુખ તેનો કોઈક વિસ્તાર, ચિત્તને પ્રીતિ ઉત્પન્ન કરે છે. સુખના સોહિત્યનો સિંધુ ચારેબાજુથી પ્રસરણ પામે છે સુખને કારણે સ્વસ્થતાનો પ્રવાહ મન-વચન-કાયાની દરેક પ્રવૃતિઓમાં વૃદ્ધિ પામતો દેખાય છે, રાગરોષ વગેરે શત્રુના સુભટો ક્ષયપામી રહ્યા છે, સિદ્ધિના સામ્રાજ્યની લક્ષમી પૂર્ણ સુખમય મોક્ષના સામ્રાજ્યની લમી, વશ્ય થાય છે અર્થાત્ આસન-આસનતર થાય છે, વિનયથી પવિત્ર બુદ્ધિવાળા હે આત્મન્ ! તે ભાવનાઓનો તું આશ્રય કર. II
ભાવાર્થ :
પૂર્વના શ્લોકમાં સોળ ભાવનાઓને અંતરમાં ભાવિત કરવાથી કેવા પ્રકારના અંતરંગ પરિણામો પ્રગટ થાય છે તેની સ્પષ્ટતા કરી. હવે, તેને જ દઢ કરવા માટે તે ભાવનાઓથી અન્ય પણ શું શું પ્રાપ્ત થાય છે તે બતાવતાં કહે છે – જે મહાત્મા પ્રસ્તુત સોળભાવનાઓથી પોતાના આત્માને દઢતાથી વાસિત કરે છે તે મહાત્માને ક્યારેય દુર્ગાનરૂપી ભૂતની પીડા થતી નથી. આશય એ છે કે આત્માના ભાવોને સ્પર્યા વગર બાહ્ય પદાર્થોને અવલંબીને જે કંઈ વિચારણા છે તે દુર્બાન સ્વરૂપ છે. જેમ કોઈને ભૂત વળગેલું હોય તો ભૂતાવિષ્ટ તેવો તે પુરુષ યથાતથા બકવાદ કરે છે, કૂદાકૂદ કરે છે, પોતાનું માથું વગેરે કૂટે છે તેમ સંસારી જીવ મોહરૂપી ભૂતના વળગાડને કારણે આત્માને અત્યંત અનુપયોગી એવી શરીર, ધન, કે અન્ય કોઈ અસાર વિચારણા કરીને સતત પીડાય છે. પરંતુ જે મહાત્માઓ આ સોળ ભાવનાઓથી ભાવિત થયેલા છે તેઓને ક્યારેય પણ તે દુર્ગાનની પીડા થતી નથી પરંતુ સદા આત્માને સ્મરણમાં રાખીને ભાવનાઓથી વાસિત અંતઃકરણવાળા તે મહાત્માઓ દુર્ગાનની શક્તિના આપાદક મોહનો નાશ કરવા માટે જ પ્રયત્નશીલ હોય છે.
વળી, જે મહાત્મા પ્રસ્તુત સોળ ભાવનાઓથી અત્યંત ભાવિત થાય છે તે મહાત્માના ચિત્તમાં તે તે નિમિત્તોને પામીને રતિ, અરતિ, હર્ષ, શોક આદિ ભાવોના દ્યો અત્યાર સુધી સદા પ્રવર્તતાં હતાં અને તેને કારણે વ્યાકુળ થયેલું ચિત્ત ક્યારેય સુખનો અનુભવ કરી શકતું ન હતું તે હવે ભાવનાઓના બળથી અઢંઢવાળું બને છે. આત્માનું પારમાર્થિક સ્વરૂપ સદા વંદ્વ વગરનું છે અને તે સ્વરૂપ પ્રત્યે જ તે મહાત્માને ભાવનાના બળથી દઢ રાગ ઉત્પન્ન થયેલો હોવાથી પૂર્વમાં વર્તતાં કંકો શિથિલ-શિથિલતર થાય છે અને અહંકના સુખનો વિસ્તાર ચિત્તમાં વૃદ્ધિ પામે છે જેથી તેનું ચિત્ત સદા સ્વસ્થતાના સુખનો અનુભવ કરે છે. વળી, જે મહાત્મા આ પ્રકારે દઢ પ્રણિધાનપૂર્વક ભાવનાઓ ભાવે છે તે મહાત્માને પૂર્વની પાપપ્રકૃતિઓ પુણ્યરૂપે રૂપાંતર થાય છે અને પૂર્વની પુણ્યપ્રકૃતિઓ અતિશયવાળી થાય છે. વળી, ચિત્તના સ્વાથ્યને