________________
૨૧.
વર્ષ ઃ ધ ઉપસંહાર-પ્રશસ્તિ છે statu
શાંતસુધારસ
શ્લોક ઃ
एवं सद्भावनाभिः सुरभितहृदयाः संशयातीतगीतोनीतस्फीतात्मतत्त्वास्त्वरितमपसरन् मोहनिद्राममत्वाः । गत्वा सत्त्वाममत्वाऽतिशयमनुपमां चक्रिशक्राधिकानां, सौख्यानां मङ्क्षु लक्ष्मीं परिचितविनयाः स्फारकीर्ति श्रयन्ते । । १ । ।
શ્લોકાર્થ :
આ રીતે=ગ્રંથકારશ્રીએ પૂર્વમાં સોળ ભાવનાઓ વર્ણન કરી એ રીતે, સદ્ભાવનાઓથી-હૈયાને સ્પર્શે તે પ્રકારે સર્વભાવનાઓના ભાવનથી, સુરભિત હૃદયવાળા=ગુણો પ્રત્યેના પક્ષપાતવાળા, સંશયથી અતીત, ગીતથી ઉન્નીત, એવા સ્મીત આત્મતત્ત્વવાળા=શુદ્ધઆત્મતત્ત્વના વિષયમાં સંશય નથી તે રીતે ભાવનાઓનું સમુત્કીર્તન કર્યું છે તેના કારણે ઉન્નીત થયેલા સ્મીત આત્મતત્ત્વવાળા, વળી શીઘ્ર દૂર કરતા મોહની નિદ્રાના મમત્વવાળા, પરિચિતવિનયવાળા=કર્મના વિનયને અનુકૂળ ઉચિત યત્નવાળા જીવો, અનુપમ એવા સત્ત્વ અને અમમત્વના અતિશયને પ્રાપ્ત કરીને ચક્રિ શથી અધિક એવા સુખની સ્મારકીર્તિવાળી લક્ષ્મીને શીઘ્ર આશ્રય કરે 9. 11911
ભાવાર્થ:
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સોળ ભાવનાઓનું કંઈક વિસ્તારથી વર્ણન કર્યું. જે મહાત્માઓ તે ભાવનાઓને તે રીતે ભાવિત કરે છે કે જેથી તેમના ચિત્તનો પ્રવાહ સદા તે ભાવોથી પ્લાવિત રહે છે તેઓ તે ઉત્તમ ભાવનાઓથી સુરભિત હૃદયવાળા છે; કેમ કે તે ઉત્તમ ભાવનાઓની સુવાસ તેઓના જીવનમાં સતત દેખાય છે. વળી, ભાવના ભાવન કરનાર મહાત્મા પૂર્વમાં બતાવી છે તે ભાવનાઓના યથાર્થ સ્વરૂપે શાસ્ત્રવચનથી, અનુભવથી અને યુક્તિથી જાણે છે તેઓને કોઈ પ્રકારના સંશય વગર સંસારમાં અનિત્યાદિ સ્વરૂપ જે જે પ્રકારે ભાવનામાં બતાવ્યું તે પ્રકારે જ ચિત્તમાં પ્રતિભાસિત થાય છે અને તે પ્રકારના પ્રતિભાસમાં ઉપયુક્ત થઈને જેઓ તે ભાવના ગાય છે તે ગાવાની ક્રિયાથી તેઓના આત્મામાં સ્મીત આત્મતત્ત્વ ઉન્નીત થાય છે=મોહના ઉન્મૂલનને અનુકૂળ દૃઢ પરિણામને સ્પર્શનારું તેવું આત્મતત્ત્વ આવિર્ભાવ પામે છે. વળી, તે મહાત્માઓ પ્રસ્તુત ભાવના કરીને શીઘ્ર દૂર થતી મોહનિદ્રાના મમત્વ વગરના થાય છે=જેમ જેમ તે મહાત્માઓ તે તે ભાવનાથી આત્માને ભાવિત કરે છે તેમ તેમ અનાદિકાળથી સ્થિર થયેલી મોહનિદ્રાનો મમત્વભાવ તેઓમાંથી દૂર થાય છે; કેમ કે ભાવનાઓથી અભાવિત ચિત્તને જ મોહની નિદ્રા મીઠી લાગે છે અને મોહની નિદ્રાને વશ થતા થતા સંસારની પ્રવૃત્તિઓ કરીને આત્માના હિતને જોનારા થતા નથી. પરંતુ